Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિસાવદરના શોભાવડલામાં લોકડાઉનમાં બીડી-તમાકુ ન મળતા આપઘાત

જુનાગઢ,તા.૪ : વિસાવદર પંથકના એક વૃદ્ઘને લોક ડાઉન દરમિયાન બીડી, તમાકુની તલબ ન સંતોષાતા અંતે બેચેની સાથે ઝેરી દવા પી મોતનો માર્ગ અપનાવી લેતા સમગ્ર વિસાવદર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામે રહેતા સામતભાઈ બેચરભાઈ બાલસરા (ઉ. વ. ૬૦) ને વર્ષોથી બીડી, તમાકુનું વ્યસન હતું પરંતુ લોક ડાઉન દરમિયાન બીડી, તમાકુ ન મળતા સામતભાઈને ગેસની તકલીફ ઉભી થવા પામી હતી, સાથોસાથ વર્ષોથી વ્યસનના આદિ બનેલા સામતભાઈ બેચેન પણ રહેવા લાગ્યા હતા.

અંતે પોતાની વ્યસન તૃપ્તિ ન થતા પોતાની મેળે ઝેરી દવા પી મોતનો માર્ગ અપનાવી લીધો હતો, શોભાવડલા ગામના સામતભાઈ બાલસરાએ વ્યસનના ખાતર પોતાની મહામૂલી જિંદગી વેડફી દેતા વિસાવદર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

(1:07 pm IST)