Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પોરબંદરની સોઢાણા સીમમાં દારૂની ભઠ્ઠી ઉપર દરોડોઃ ૬૦ લીટર દારૂ ઝડપાયો

ંપોરબંદર, તા.૪: પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજસીંહ ગોહીલર્નીં સુચના મુજબ ર્ંપેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઈન્સ એચ.સી.ગોહીલ ર્ં તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા એસ.ઓ.જી.સ્ટાફના પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી રાહે હકિકત મળતા સોઢાણા ગામની સિમમાં સરમણ ભીખુ કરાવદરાની વાડીમા રેઇડ કરતા વાડીમાથી રેઇડ દરમયાન દેશી દારૂ લીટર-૬૦ તથા આથો લીટર-૪૦૦ તથા બેકરીના ઈસ્ટ કિલોગ્રામ-૨ તથા ગેસ સિલિન્ડર તથા ગેસ ચુલા વિગેરે ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૧૦૮૫૦/-ર્ંના મુદામાલ મળી આવતા, આરોપી હાજર નહિ મળી આવતા આરોપી વિરુધ બાગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.

ંકામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. એચ.સી.ગોહીલ તથા પો.હેડ. કોન્સ. પિયુષ કચરાંભાઈ, પો.કોન્સ. સંજયભાઈ ચૌહાણ, રોહિતભાઈ વસાવા તથા એસ.ઓ.જી.સ્ટાફ ના પો.હેડ.કોન્સ કિશનભાઇ ગોરાણીયા તથા પો.કોન્સ સમીરભાઈ જુણેજા વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.(

(1:06 pm IST)