Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગોમટા પાસે ભાદર ડેમમાં ન્હાવા પડેલ કિશોરનું ડૂબી જતા મોત

તસ્વીરમાં કિશોરનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

ગોંડલ  તા. ૪ :.. ગોંડલ તાલુકાના ગામે ખેત મજૂરી કામ કરતા પરિવારના બાળકો ભાદર ડેમમાં ન્હાવા ગયા હોય જેમાં એક કિશોર ડૂબી જતા તેનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર તેમજ પંથકના ખેેત મજૂરી કામ કરવા માટે એમપી થી બહોળી સંખ્યામાં આદિવાસી શ્રમિકો પેટીયું રડવા આવતા હોય ગોમટા પાસે રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરિવારના બાળકો બપોરના ગરમીમાં ભાદર ડેમમાં ન્હાવા ગયા હતાં. દરમિયાન સુનિલ બાબુભાઇ સોલંકી ઉ.૧પ નામનો કિશોર ડૂબી જતા ગોંડલ ફાયર ફાઇટરના તરવૈયાઓએ દોડી જઇ કલાકોની જહેમત બાદ સુનિલની લાશને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે દવાખાને ખસેડી હતી.

(1:05 pm IST)