Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઓખા દરિયામાં ભારતીય તટ રક્ષક દળ દ્વારા કોરોના વોરીયર્સનુ સન્માનઃ જહાજોમાં સાયરનો ગુંજ્યા

ભારતીય તટરક્ષક દળે બીજી મેના સાંજે  ઓખાના દરીયામાં તેના જહાજોને પ્રકાશિત કરીને કોરોના વોરીયર્સ પ્રત્યે કૃતજ્ઞતા અને માનની લાગણી પ્રદર્શિત કરી હતી. ર એફપીવી અને  ૧ આઇ.બી. જહાજોનેજે એક લાઇનમાં રાખવામાં આવ્યા હતા સુર્યાસ્ત સમયે ત્રણેય જહાજોને લીલી લાઇટથી પ્રકાશિત કરાયા હતા, લીલા કલરનો ધૂમાડો પીસ્તોલો દ્વારા છોડાયો હતો અને સાથેજ ત્રણેય જહાજોના સાયરને વગાડીને કોરોના વારીયર્સ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરાઇ હતી. ૩ પિસ્તોલો દ્વારા ૩૦ સેકન્ડના અંતરે લીલી ધુમ્રસેરો છોડાઇ હતી અને સાથે સાથે જહાજોના સાયરન વગાડાયા હતા. બધા જહાજો ત્યાર પછી બંદરે પાછા ફર્યા હતા જો કે એક જહાજ આખી રાત તે જગ્યાએ ઉભુ રહીને કોરોના વોરીયર્સ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.

(1:04 pm IST)