Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામનગરમાં ર થી ૩ કોરોના પોઝિટીવ કેસ ?

 જામનગર : જામનગરમાં આજે ર થી ૩ કોરોના પોઝિટીવ કેસ આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે સત્તાવાર જાહેરાત હજુ સુધી થઇ નથી. કલેકટર શ્રી આ અંગે સત્તાવાર જાહેર કરે તેવી લોકોએ લાગણી વ્યકત કરી છે.

 

સુરતમાં રહેલા મૂળ સૌરાષ્ટ્રવાસીઓને વતન  મોકલવા બેઠકોનો દોરઃ મુખ્યમંત્રી સાથે વિસ્તૃત ચર્ચા

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ધારાસભ્યોની ઉપસ્થિતિ : ઘનિષ્ઠ ચર્ચા

રાજકોટ તા. ૪ : હિરાનગરી સુરતમાંથી પરપ્રાંતીયોએ વતન જવા આતુર છે ત્યારે સુરતમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના લાખો લોકો પણ હવે તેમના વતન જવા ખૂબ ઉત્સુક બન્યા છે ત્યારે આરોગ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્યોએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નિવાસસ્થાને મૂળ સૌરાષ્ટ્રના ધારાસભ્યો સર્વશ્રી પ્રવિણભાઇ ઘોઘારી, વિનુભાઇ મોરડીયા, કાંતિભાઇ બલર, વી.ડી.ઝાલાવડીયાની  બેઠક ગઇકાલે મળી હતી.

સુરત શહેરના મુખ્યત્વે વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના અને રત્ન કલાકાર લોકોના પરિવારને સૌરાષ્ટ્ર તેમના વતન મોકલવા આયોજન કરવા ધારાસભ્યોની બેઠક મળી હતી. આ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે મંત્રી અને ધારાસભ્યોએ ટેલીફોનિક ચર્ચા કરી હતી.

સુરતમાં ફસાયેલા લોકોમાં કોઇ સારવાર માટે કે કોઇ લગ્ન પ્રસંગ તેમજ મરણ પ્રસંગ અને કામકાજ અર્થે આવ્યા હતા અને ફસાઇ ગયા છે. આ સાથે હિરા ઘસુઓ પણ વતન જવા ઉત્સુક થયા છે.

આ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ જણાવ્યું હતું કે, આ અંગે સરકાર જરૂર વિચારણા કરશે. બે-ચાર દિવસમાં આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાશે.

લોકડાઉન બાદ ધંધા - રોજગાર બંધ થયા છે. નજીકના દિવસોમાં પણ ખુલવાના અણસાર સ્પષ્ટ થતાં નથી. સુરતમાં મહિનો પસાર કરવા રૂ. ૨૦ થી ૨૫ હજાર જરૂર પડે છે. જ્યારે ગામમાં રૂ. ૭ થી ૧૦ હજારમાં મહિનો પસાર થઇ શકે. હાલ ખેતીનો પણ સમય છે.(

(1:03 pm IST)