Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ખંભાળિયાના જય હો ગ્રુપ દ્વરા માનવ સેવા તથા જીવદયા કાર્યઃ

ખંભાળિયાઃ જય હો ગ્રુપના યુવા કાર્યકરોએ ટીમ લીડર હાર્દિકભાઈ મોટાણી દ્વારા અન્ય યુવા કાર્યકરોને સાથે રાખી દરરોજ બપોરે તથા રાત્રે અનેક લોકો માટે રૂબરૂ જઈ તથા ગરીબ વિસ્તારોમાં ભોજન આપવાની નોંધપાત્ર કામગીરી કરાય છે. ઉપરાંત દરરોજ ગાયો- પશુઓને ઘાસ, પક્ષીઓને ચણ, તથા માછલીઓને લોટ વિગેરે સતત અને દરરોજ આપવામાં સક્રિયરીતે પરિશ્રમ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં દાતા સદગૃહસ્થોના સહયોગથી બે હજારથી વધુ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કીટનું વિતરણ પણ જુદા જુદા વિસ્તારોમાં જઈને કરવામાં આવ્યું છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટરની રાહબરી હેઠળની સરકારી સમિતિ 'આપત્ત્િ। વ્યવસ્થાપન કેન્દ્ર' દ્વારા કોરોના વાયરસ અંગે લોકોને સમયસર સાચી માહિતી મળે અને જરૂરી સારવાર તથા સંશાધનો ઉપલબ્ધ થાય તે માટે જિલ્લાની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન ખંભાળિયા તાલુકાની સ્વૈચ્છિક સંસ્થા 'જય હો ગ્રુપ'ની નોડલ / મધર એન.જી.ઓ. તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગ્રૂપના સંચાલક હાર્દિક મોટાણી ને અનેક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે જિલ્લાની મોટા ભાગની એન. જી. ઓ. ના સંપર્કમાં રહી, જય હો ગ્રુપ દ્વારા એક કોલ સેન્ટરનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. આના મોબાઈલ નંબર ૭૬૦૦૪૬૧૧૧૧ છે. ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને આજ સુધી પાંચ હજારથી વધુ માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જય હો ગ્રુપના સેવાભાવી યુવાનો તથા ગ્રુપ દ્વારા ભોજન વિતરણની તસવીર.

(12:06 pm IST)