Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મોરબીમાં સીનીયર સીટીઝનના કોરોના ટેસ્ટઃ

મોરબીઃ જિલ્લામાં એકમાત્ર પોઝિટિવ કેસ હોય અને તે પણ હાલ સ્વસ્થ થઈ ગયા છે. અને અન્ય નાગરિકો સંક્રમણથી બચે તે માટે તંત્ર તમામ શકય પ્રયાસો કરી રહ્યું છે જે તકેદારીના ભાગરૂપે જિલ્લાકક્ષાની સિવીલ હોસ્પિટલમાં સિનિયર સિટિઝનોમાં ડાયાબિટીસ, બીપી જેવા દર્દ ના ચેક-અપ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સેલની રચના કરવામાં આવી છે. જેમાં ૩૦ વર્ષ ઉપરના દરેક લોકોમાં ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કરવામાં આવે છે. અને બીપી, ડાયાબિટીસ જેવા દર્દ વાળા સિનિયર સિટિઝનોમાં રોગ પ્રતિકારક શકિતની ઉણપ હોય છે. જેથી સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયાની સુચનાથી આરએમઓ ડો. સરડવાના હેઠળ મોરબી સિવીલ હોસ્પિટલના એનસીડી સેલમાં ડો. હિતેષભાઈ ભદ્રાના સહયોગથી રેગ્યુલર ડાયાબિટીસ, અને બીપીની દવા લેતા તમામ સિનિયર સિટિઝનોને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવેલ છે. જેથી આંખ વિભાગમાં કાર્યરત જનરલ ઓપીડીમાં તમામ લોકોના કોરોના ટેસ્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.આ સેમ્પલ લેવાની કામગીરીમાં સિવીલ હોસ્પિટલના ડો. આશા કાવર, ડો. નિશા અમૃતિયા, ડો. હિમાંશુ, ડો. નિધી સરડવા, ડો. સેજલ ભાડજા, ચંદ્રિકા ગોહેલ, રૂસાંગ વેષ્નાણી, સહિતની ટીમ કામગીરીના જોડાઈ હતી.ડોકટર ટીમની તસ્વીર.

(12:05 pm IST)