Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મોરબીમાં ૯૭ રહીશોને હોમ કવોરન્ટાઇનમાંથી મુકિત

મોરબીઃઉમા ટાઉનશીપમાં આવેલ ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશ અશોકભાઈ સીધ્ધ્પરા અન્ય રાજયમાં પ્રવાસ કરીને આવ્યા હોય અને તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેના પગલે દર્દીની રાજકોટ સારવાર શરુ કરીને તંત્ર દ્વારા ઉમા ટાઉનશીપમાં કોરોના પોઝીટીવ દર્દીના નિવાસસ્થાન એવા ગીતાંજલિ એપાર્ટમેન્ટ અને વૈભવ એપાર્ટમેન્ટના કુલ ૯૭ રહીશોને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતા.દરમિયાન કોરોના પોઝીટીવ દર્દીના બે રીપોર્ટ નેગેટીવ આવતા તેને ગત સપ્તાહે હોસ્પિટલ માંથી રજા આપી દેવાઈ હતી અને દર્દીને હોમ કોરોનટાઈન રાખવામાં આવ્યા છે અને મોરબી જીલ્લો કોરોનામુકત બનતા તેમજ અહીના રહીશોનો પણ કોરોનટાઈન પીરીયડ પૂર્ણ થયા છતાં કોઈ રહીશમાં શંકાસ્પદ લક્ષણોએ દેખા દીધા ના હોય જેથી ૨૭ દિવસ બાદ બંને એપાર્ટમેન્ટના ૯૭ માંથી ૯૫ રહીશોને હવે મુકિત આપવામાં આવી છે જોકે કોરોના પોઝીટીવ બાદ નેગેટીવ આવેલ દર્દી અને તેના પત્ની હજુ હોમ કોરોનટાઈન જ રહેશે જયારે બાકીના ૯૫ રહીશોને હાલ મુકિત મળી છે. હોમ કોરોન્ટાઇનમાંથી મુકિત આપવામાં આવી તે તસ્વીર.

(12:05 pm IST)