Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મોરબી કલેકટર કચેરીમાં સ્વચ્છતા સંકલ્પ

મોરબીઃ ગુજરાત રાજયના સ્થાપના દિન નિમિત્ત્।ે મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ દ્વારા મોરબીવાસીઓને વિજય સંકલ્પ લઇ સંકલ્પબદ્ઘ થવા આહ્વાન કર્યું છે. કલેકટરશ્રી જે.બી. પટેલ સહિત કચેરીના નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, મામલતદારશ્રી કાસુન્દ્રા તેમજ કર્મચારીશ્રીઓએ સમુહમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં હું માસ્ક પહેર્યા વગર બહાર નહિ નીકળું, હું સોશીયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરીને ધ્યાનમાં રાખીશ, અને હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ જેવા સંકલ્પને દોહરાવ્યો હતો. આ સંકલ્પમાંથી વધુને વધુ લોકો પ્રેરણા લઇને અન્ય લોકોને સંકલ્પબદ્ઘ કરે તેવી અપીલ પણ કરી હતી. સંકલ્પ લેવડાવવામાં આવ્યા તે તસ્વીર.

(12:04 pm IST)