Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' અંતર્ગત ૧.૮૮ લાખથી વધુ લાભાર્થીઓને વિનામુલ્યે અનાજનું વિતરણ

સુરેન્દ્રનગર,તા.૪: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને અટકાવવાના ભાગરુપે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, લોકડાઉનની આ પરિસ્થિતિમાં રાજયના વિવિધ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવાની રાજય સરકારે જાહેરાત કરી છે. જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશના સીધા માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના બીપીએલ સહિત વિવિધ રેશનકાર્ડ ધરાવતા ૧.૮૮ લાખથી વધુ લાભાર્થીઓને વિનામુલ્યે અનાજનુ વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' અંતર્ગત જિલ્લાના એએવાયના કૂલ ૧૮,૪૫૪ રેશનકાર્ડ ધારકો પૈકી ૧૫,૨૪૦, પીએચએચના ૧૯૪૫૬૩ કાર્ડધારકો પૈકી ૧,૬૫,૬૩૦ અને  નોનોએનએફએસએ અને બીપીએલ કુલ ૧૬,૯૧૮ કાર્ડધારકો પૈકી ૭,૭૧૦ મળીને જિલ્લાના કૂલ ૧,૮૮,૫૮૦ કાર્ડધારકોને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' હેઠળ વાજબી ભાવની દુકાનેથી વ્યકિત દીઠ ૩.૫ કી.ગ્રા. ઘઉં અને ૧.૫ કી.ગ્રા. ચોખા તેમજ કાર્ડ દીઠ ૧.૦ કી.ગ્રા. તુવેરદાળનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

(12:09 pm IST)