Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઉપલેટામાં મુસ્લિમ આગેવાનો દ્વારા સફાઇ કર્મીઓને ફ્રુટ હોમિયોપેથી દવાનું વિતરણ

ઉપલેટા તા.૪ : આ કોરોના વાયરસની સામે કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા લોકો રાત દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આવી જ ફરજ ફજાવતા સફાઈ કર્મી કે જેઓ પોતાની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવી અને ગંદકીથી લોકોને રક્ષણ મળે અને લોકોનુ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે અવિરત પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પુરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે.

આ કોરોના વોરીયર્સને મુસ્લિમ આગેવાનો દ્વારા પોતાની સાવચેતી રાખી અને પોતાની ફરજ બજાવવા તેમજ સફાઈ કર્મીએ એક અમુલ્ય વ્યકિત છેે. આ કર્મીને પોતાની ફરજ દરમિયાન સાવચેતી રાખવી તથા તમામ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને કામ કરવાનું સમજાવ્યું હતું. આ સફાઈ કર્મીને મુસ્લીમ આગેવાનો દ્વારા ફ્રુટ, બિસ્કીટ તેમજ હોમિયોપેથીની દવાનું વિતરણ અંદાજીત ૨૦૦ સફાઈ કર્મીઓને કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ સફાઈ કર્મીઓ સામાજિક અંતર જાળવીને આ તમામ માહિતી મેળવી હતી. આ કીટ વિતરણ સમસ્ત મેમણ જમાતના કારોબારી સભ્ય રશીદભાઈ શિવાણી, સુધરાઈ સભ્યો હાજીભાઈ શિવાણી,રિયાજભાઈ હિંગોરા, તથા પૂર્વ સદસ્ય રજાકભાઈ હિંગોરા તરફથી આ કીટ આપવામાં આવી હતી અને સફાઈ કર્મચારીઓનું સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને શહેરથી દુર રાખવામાં સફાઈ કર્મીઓની મુખ્ય ભૂમિકા છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ ધવલ માકડીયા, સુધરાઈ સભ્યો હાજીભાઈ શિવાણી,રિયાજભાઈ હિંગોરા,રજાકભાઈ હિંગોરાઙ્ગ સહીતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)