Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ મોટા રામપરની મુલાકાતે

રાજકોટ : જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના અધ્યક્ષ વિનુભાઇ ધડુક, સભ્ય પરસોત્તમભાઇ લુણાગરિયા વગેરેએ પડધરી તાલુકાના મોટા રામપર ગામની મુલાકાત લઇને તળાવો ઉંડા કરવાની અને મરામત કરવાની ચર્ચા કરેલ. તળાવમાંથી નીકળેલી માટી ખેડૂતોને સરકાર તરફથી મફતમાં મળવાપાત્ર હોવાની માહિતી આપેલ. આ પ્રસંગે દિલીપભાઇ સખિયા, મન્નાભાઇ ચાવડા, રમેશભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(12:01 pm IST)