Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મહારાજા ભગવતસિંહજીના સૂત્રને હાલના રાજવી પરિવારે મૂર્તિમંત કર્યું

ગોંડલ : કોરોનાના કહેરમાં ગોંડલના શ્રમજીવી પરિવારના ધંધા રોજગાર અને મજૂરી કામ બંધ હોય ત્યારે ગોંડલ વર્તમાન મહારાજાશ્રી જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલ તેમજ યુવરાજશ્રી હીમાંશુસિંહજી ઓફ ગોંડલ દ્વારા લોકડાઉનના તમામ દિવસોમાં સ્લમ વિસ્તારના લોકો માટે તૈયાર ભોજન પુરૃં પાડવામાં આવી રહ્યું છે. મહારાજા ભગવતસિંહજીના રાજવી કાળમાં 'ગોંડલ બાપુ'નું સૂત્ર હતું 'ગોંડલ રાજનો કોઇપણ વ્યકિત સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સૂવે' તે સૂત્ર ગોંડલના હાલના રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું છે. આ તકે ગોંડલ યુવરાજશ્રી હીમાંશુસિંહજી સાહેબ સ્લમ વિસ્તારના લોકોને રૂબરૂ મળી કોઇપણ ચીજની જરૂરીયાત હોય તો જણાવવા વિનંતી કરી, સાથે સરકારશ્રીના સૂચનો અને નિયમોનું પાલન કરવા પણ અપીલ કરી. શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:54 am IST)