Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગોંડલઃ મહામારીના કપરા સમયમાં

સેવાભાવી સામાજીક કાર્યકરો દ્વારા ગરીબ જરૂરતમંદ લોકોને ભોજન

ગોંડલ તા. ૪ : કોરોના ૧૯ વાયરસની વૈશ્વીક મહામારીના સંટક સમયે સરકાર તરફથી લોકડાઉન કરેલ છેત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીના સમયમાં રોજે રોજનું કમાઇને ગુજરાન ચલાવતા ગરીબ પરીવારોને ગોંડલમાં સતત સામાજીક કાર્યમાં હંમેશા સમાજ પડખે ઉભા રહી ''જયાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો''ના શુત્રને જીવનમાં ઉતારનાર યુવા સામાજીક કાર્યકરો ભગીરથસિંહ વાઘેલા તથા રામદેવસિંહ વાઘેલા અને તેમના યુવા મિત્રો દ્વારા છેલ્લા ૪૦ દિવસથી જરૂરીયાતમંદ લોકોને ભોજન આપવાનો સેવા યજ્ઞ શરૂ કરેલ છે.

દરરોજ ૪૦૦ થી વધારે જરૂરતમંદ લોકોને સ્વાદીષ્ટ ગીરનારી ખીચડી, બટેટા પૌવા વગેરે ગરમ-ગરમ રસોઇ પોતાની ઘરે બનાવીઆવા ગરીબ પરીવારોના લોકોને ઘરે ઘરે પોતાના સ્વહસ્તે ભોજન પીરસી રહ્યા છે.

ગોંડલના સાઇબાબા મંદિર, ભગવતપરા સરકારી હોસ્પીટલના આજુબાજુની વિસ્તારમાં માનવતાને સેવા યજ્ઞ શરૂ કરેલ છે.

(11:53 am IST)