Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

શાપરમાં પ્રેમીપંખીડાએ સજોડે ઝેર ગટગટાવ્યું

છોટાઉદેપુરની કિંજલ અને એમપીનો પ્રકાશ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૪: શાપર વેરાવળમાં ચંદુભાઇ નરસીભાઇની વાડીમાં રહેતી મુળ છોટાઉદેપુરની કિંજલ જેન્તીભાઇ રાઠવા (ઉ.૧૭) અને બાજુમાં વિપુલભાઇ કાપડીયાની વાડીમાં રહેતો મુળ મધ્યપ્રદેશનો પ્રકાશ સવાભાઇ ભીલ (ઉ.૧૮) ગઇકાલે ચંદુભાઇની વાડીમાં સજોડે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કિંજલ એક ભાઇ એક બહેનમાં નાની છે અને પરિવાર સાથે રહી ખેતમજૂરી કરે છે. જ્યારે પ્રકાશ ત્રણ ભાઇ અને બે બહેનમાં ત્રીજો છે. તે પણ પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરે છે. બંનેએ પ્રેમમાં એક નહિ થઇ શકાય તેમ લાગતાં પગલુ ભર્યાની શકયતા દર્શાવાઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

(11:52 am IST)