Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગુજરાતમાં સૌ પ્રથમ ગોંડલ માર્કેટયાર્ડ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન લીન્ક ચાલુ કરાઇ

. ૪ : ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાની એક યાદીમાં જણાવેલ કુ પ્રવર્તમાન કોરોના મહામારીના સંક્રમણની પરિસ્થિતિમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે માર્કેટ યાર્ડમાં ખેડુતોની સંખ્યા મર્યાદિત રાખવા માટે ફોનથી ખેડુતઓના માલનું રજીસ્ટ્રેશન કરીને મર્યાદિત જથ્થામાં મર્યાદિત સંખ્યામાં ખેડુતઓનો માલ માર્કેટ યાર્ડમાં વેચાણ કરવામાં આવી રહેલ છે.

આ કારણે ફોનથી રજીસ્ટ્રેશન માટે ખેડુતોઓ મોટી સંખ્યામાં ધસારો રહેવાને કારણે ખેડુતોઅને રજીસ્ટ્રેશન માટેમુશ્કેલી પડી રહેલ છે. આ મુશ્કેલી નિવારવા માટે બજાર સમિતિ ગોંડલ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં સૌપ્રથમ ગોંડલ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં સૌ પ્રથમ ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન ઇન્ટરનેટ લીન્ક https://Forms.gle/rkbviy hswanhkuesesete  શરૂ કરવામાં આવેલ છે.

જેના દ્વારા ખેડુતઓ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરરાજીથી માલ  વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ લીન્કમાં રજીસ્ટ્રેશન માટે વિગતો ગુજરાતીમાં ભરવાની રહેશે. આ લીન્ક ર૪ કલાક ચાલુ રહેશે.

જે ખેડુતોએ અગાઉ ફોનથી રજીસ્ટ્રેશન કરાવેલ હોય પરંતુ તેમનો માલ વેચાણ થવો બાકી હોય તેઓ પણ ઉપરોકત લીન્ક દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે

(11:52 am IST)