Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સોમનાથ મહાદેવ મંદિર ભૂખ્યાજનોની જઠરાગ્ની ઠારતી લોકસેવાથી ધમધમી રહ્યું છે

પ્રભાસ-પાટણ : આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનું મંદિર સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયું છે ત્યારથી સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારો સુધી શ્રેષ્ઠ કક્ષાનું હાઇજેનીક અને સ્વચ્છતાના માપદંડ સાથેનું ભોજન તૈયાર કરી સવાર-સાંજ ભૂખ્યાજનોની આંતરડી ઠારી જનસેવા એ પણ પ્રભુ સેવા છે તેવા સૂત્રને સાર્થક કરે છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા વિવિધ દાતાઓ સાગર દર્શન ભોજનાલય સ્ટાફ અને સંચાલક મિલન જોષી, સોમનાથ ટ્રસ્ટ અતિથિ ગૃહ કેરટેકર જીતુપુરી ગોસ્વામી, પ્રભાસ પાટણ ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર સહિત સૌના સહીયારા પ્રયાસથી દરરોજ સવારે ૧૧ વાગ્યે પુરી, શાક, ભાત, કોબી સંભારો, દાળ-ભાત, સીંગ ચીકી સહિત તૈયાર કરી તેના વાસણો વાહનમાં ગોઠવી ૧૮થી ૨૦ જણની ટુકડી જૂના સોમનાથ મંદિર, જંગલ વિસ્તાર, ડોરમેટરી, બાયપાસ રોડ, હિરણ નદી ઝુંપડપટ્ટી વિસ્તાર, દેવીપૂજક સમાજ રહેણાંક વિસ્તાર, ભાલપરા રોડ, આદીવાસી, હાડી - હરીજનવાસ વિગેરે સ્થળે વાહનમાં સવાર સાંજ જઇ ભાવભકિતથી ભોજન કરાવે છે.

(11:50 am IST)