Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિંછીયાના કોટડા ગામે વાડીમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૧૧ પત્તાપ્રેમીઓ પકડાયા

ગુણવંત કોળી જુગાર રમાડતો'તોઃ અડધા લાખની રોકડ સહિત ૯૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જેઃ પી.એસ.આઇ મહાવીરસિંહ પરમારના સ્ટાફો દરોડા

વિંછીયા,તા.૪: વિંછીગા તાલુકાના કોટડા ગામે વાડીમાં ચાલતા જુગારના હાટતા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૧૧ શખ્સોને રૂ.૯૬,૮૦૦ના મુદ્દામાલ સાથે વિંછીયા પોલીસે ઝડપી લીધા હતા.

વિંછીયા પોલીસને ખાનગી રાહે બાતમી મળતા વિંછીયા તાલુકાના કોટડા ગામની ઉગમણી સીમમાં આવેલ ગુણવંતભાઇ રાઘવભાઇ કોળી-રહે કોટડા તા. વિંછીયાના કબ્જે ભોગવડા વાડીના શેઢે ઝુંપડુ બનાવી વિવિધ સવલતો આપી જુગાર રમાડાય છે. જે હકીકત અંગે વિંછીયા પી.એસ.આઇ એમ.જે.પરમાર સ્ટાફના જેઠાભાઇ ટમાળીયા, વિજય રંગપરા, નિલેશભાઇ ઝાંપડિયા, સુરેશ મીઠાપરા તથા મહેશભાઇ કોબીયા સહિતના ઓએ કોટડા ગામની સીમમાં રેડ કરતા જુગાર રમતા (૧) ગુણવંતભાઇ રાઘવભાઇ રાજપરા-કોટડા (૨) હિતેશ જેન્તીભાઇ રાજપરા વિંછીયા (૩) રાજેશ રણછોડભાઇ રાજપરા, વિંછીયા (૪) નવીન વજુભાઇ રાજપરા, કોટડા, (૫) હિતેશ ઉકાભાઇ રાજપરા- વિંછીયા (૬) મનુ જેરામભાઇ ડેરવાળિયા-વિંછીયા (૭) વલ્લભ પૂજાંભાઇ પડાણી-જનડા (૮) અશ્વિન ભનુભાઇ બાવળિયા-જનડા (૯) સંજય વાલજીભાઇ બાવળિયા-જનડા (૧૦) જેન્તી નારણભાલ ત્રંપડિયા (૧૧) વિનુ તવશીભાઇ ડાભી -વિંછીયાને પટ્ટમાંથી રૂ.૫૦,૮૦૦ રોકડા તથા મોબાઇલ નંગ-૮ કિંમત રૂ.૪૬,૦૦૦ એમ કુલ મળી  રૂ. ૯૬,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:50 am IST)