Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભાવનગરના અમેરિકા સ્થિત એન્જીનીયર નવ યુગલે હિમ્મત ભર્યો નિર્ણય લઇ ઓનલાઇન લગ્ન કર્યા

જયાં દસ લાખથી વધુ કોરોના પોઝીટીવ કેસ અને ૫૦,૦૦૦/થી વધારે મૃત્યુદર ધરાવતા અમેરિકાના ન્યુયોર્ક-ન્યુજર્સીના યુગલે ઓનલાઇન લગ્નબંધને બંધાઇને વિશ્વને પ્રેરણારૂપ સંદેશો આપ્યો

ભાવનગર, તા.૪: જયાં દસ લાખથી પણ વધારે કોરોના પોઝિટિવ કેસ હોય અને ૫૦૦૦૦થી પણ વધારે મોતના રિપોર્ટ થયેલ હોય તેવા સમગ્ર વિશ્વના એક માત્ર દેશ અમેરિકાના ન્યૂયોર્ક - ન્યુજર્સી શહેરથી એક નવ યુગલે અભૂતપૂર્વ નિર્ણય લઈને આજની પરિસ્તિથીને ધ્યાનમાં રાખી એક ખુબ જ મહત્વનો સંદેશો આપ્યો છે.

જયાંરે લોકો લોકડાઉંન અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ ના નિયમો નું ઉલ્લંદ્યન કરીને બહાર જવા નીકળી જાય છે, તેવા સમય માં આ નવયુગલે ઓનલાઇન લગ્ન કરીને આ ર્ંસમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાર્યીં ઉદાહરણ આપેલ છે.

ભાવનગરના આર.એસ.એસ.ના અગ્રણી અજયભાઈ શેઠના પુત્ર એ અમેરિકા ખાતે એક સુંદર મજાનું કાર્ય કરી અને ર્ંભાવનગર અને ભારતનું નામ રોશન કરેલ છે,ર્ં વર્તમાન પરિસ્થિતિમાં જયારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં ફસાયેલુ છે તેવા સંજોગોમાં તેમના પુત્ર અને સોફ્ટવેર એન્જિનિયર ગુરુકુળના વિદ્યાર્થિ ચિં.જય ના લગ્ન તાજેતરમાં જ રાત્રિના શુભ ચોદ્યડિયે અગાઉ નક્કી થયા હતા.

 નિશ્ચિત સમયે લખાયેલા ર્ંઆ લગ્ન કોરોના ની વૈશ્વિક મહામારી સંદર્ભે થશે કે કેમ તે અંગેની ચિંતા પ્રવર્તતી હતી, તેવા સંજોગોમાં ખુદ ઈશ્વર જ જાણે માર્ગ બતાવતો હોય તેમ, અમેરિકામાં જ રહેતા ચિ.જય તથા દીકરી ચિ.રિયા અને બંનેના પરિવારજનોએ હિંમતપૂર્વકનો નિર્ણય લઈ, અમેરિકા ખાતે અન્ય કુટુંબીજનોની હાજરીમાં નિયમોનું ચુસ્ત પાલન કરી ને અમેરિકા અને ભાવનગર બંનેના પંડિતોએ શાસ્ત્રોકત અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિધિપૂર્વક અને સપ્તપદીની સંપૂર્ણ સમજણ સાથે ઓનલાઇન વીડિયો કોલિંગ થી લગ્નની વિધિ પૂર્ણ કરાવેલ હતી.

સૌથી મહત્વની વાત એ છે કે લોકો જયારે લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સસીંગ ના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે અવનવા કારણો શોધતા રહે છે, ત્યારે આ નવયુગલે જિંદગીના અત્યંત મહત્વના અને સૌથી યાદગાર પ્રસંગની બધી જ તૈયારીઓ માત્ર ને માત્ર ઘરમાં રહીને જ પૂર્ણ કરેલ હતી, જેમકે ગુલાબના ફુલના પાંદડાં અને રાખડીઓના દોરાઓનો ઉપયોગ કરીને વરમાળા ઘરે જ બનાવવામાં આવી હતી અને પૂજાપો વગેરેની ઘરમાંથી જ વ્યવસ્થા કરી હતી.

ભાવનગરથી વરરાજાના માતા-પિતાએ અને વડોદરાથી કન્યાના માતા-પિતા સહિત અનેક મહાનુભાવો અને સગા સંબંધીઓએ ઓનલાઇન વીડિયો કોલિંગથી આશીર્વાદ આપ્યા હતા. ર્ંઆ તબક્કે કન્યાવિદાય ના ભાવુક દ્રશ્યો પણ યોજયા હતા.ર્ં

અત્રે અત્યંત ઉલ્લેખનીય અને પ્રેરણાદાયી બાબત એ છે કે, જયારે લોકો એકબીજાને સોશ્યિલ મીડિયા પર અલગ અલગ જાતની ફૂડ, જુના ફોટોસ, કે પછી એકસરસાઈઝ / યોગા ની ચેલેન્જિસ આપી રહ્યા છે, ત્યારે આ યુગલે ર્ંદેશના લોકોને પીએમ કેર્સ ફંડમાં પોતાની યથાશકિત પ્રમાણે યોગદાન આપવાની અનોખી ચેલેન્જ દ્વારા નેશન ફર્સ્ટનો ટ્રેન્ડ પ્રસ્થાપિત કર્યો છે, કે જેનાથી ભારત દેશને આ કપરા સમયમાં ખુબજ મદદ થઈ શકે છે. તેઓની દેશભકિતની આ ચેલેન્જ instagram ઉપર વિશ્વભરમાં ખૂબ જ વાયરલ થઇ રહેલ છે.

(11:44 am IST)