Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પોરબંદરના મિત્રાળાના સરપંચની 'પાસા' તળે ધરપકડ : નડીયાદ જેલ હવાલે

પોરબંદર, તા. ૪ : તાલુકાના મિત્રાળાના સરપંચ બચુ ભીખાભાઇ કુછડીયાએ લોકડાઉન દરમિયાન પોલીસ સાથે માથકુટ કરીને ધમકી આપીને લોકડાઉન જાહેરનામાનો ભંગ તથા પોલીસ ફરજમાં રૂકાવટ કરતા તેમની 'પાસા' તળે ધરપકડ કરીને નડીયાદ જેલહવાલે મોકલી આપેલ છે.

નવીબંદર મરીન પો.સ્ટે.માં આઇ.પી.સી. ક. ૧૮૮, ૧૮૬, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ તથા ડીઝાસ્ટર મનેજમેન્ટ એકટ ર૦૦પની કલમ પ૧(બી) તથા જી.પી.એકટ ક.૧૩પ મુજબ આ કામના આરોપી મિત્રાળા ગામના સરપંચ બચુ ભીખાભાઇ કુછડીયા ઉ.વ.પર રહે. મિત્રાળા ગામ તા.જિ. પોરબંદર વાળાએ આ કામના ફરીયાદી નવીબંદર પો.સ્ટે.ના એએસઆઇ સંજયભાઇ દિનેશભાઇ કોઠીવાર કોરોના અંતર્ગત લોકડાઉન દરમિયાન સબબ રિકવીઝીટ વાહન નંબર જીજે-૦૩-જીજે-ર૮૮૪માં પો.સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મિત્રાળા ગામે લોકડાઉન સબબ જિલ્લા મેજી. પોરબંદરના જાહેરનામાનો ભંગ કરતા ઇસમોને ફરી એ પકડતા દરમ્યાન સરપંચ બચુભાઇએ ફરીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જેમ ફાવે તેમ અસભ્ય વર્તન તથા અપશબ્દો ગાળો બોલી મિત્રાળા ગુન્હાહીત ધમકી આપી જીલ્લા મેજીસ્ટેટ પોરબંદરના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ.

આ માથાભારે વિરૂદ્ધ પોરબંદર એલ.સી.બી. પીએસઆઇ એચ.એન. ચુડાસમા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા તેઓશ્રીએ આરોપીને અટકાયત કરી મધ્યસ્થ જેલ નડીયાદ ખાતે મોકલી આપવા માટે પાસા વોરંટ ઇશ્યુ કરતા કરતા પાસા વોરંટની બજવણી કરી કોવીડ-૧૯ના ચેપ અંગેની સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ કોવીડ-૧૯નો ટેસ્ટ કરાવવા તથા જણાવ્યા મુજબ નડીયાદ જેલ ખાતે મોકલી આપેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગામ્ય એસ.એમ. ગોહીલ તથા એલસીબી પી.આઇ. એમ.એન. દવેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એન. ચુડાસમા દ્વારા નવીબંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી મિત્રાળા ગામના સરપંચ બચુ ભીખાભાઇ વિરૂદ્ધ ડી.એન. મોદીએ આરોપીને પાસા હેઠળ અટકાયત કરતા વોરંટ ઇશ્યુ કરતા એલસીબી દ્વારા પાસા વોરંટની બજવણી કરી નડીયાદ જેલ ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરી અધિકારી/કર્મચારી પોરબંદર એલ.સી.બી. પીઆઇ એમ.એન. દવે, પીએસઆઇ એચ.એન. ચુડાસમા, એએસઆઇ રામભાઇડાકી, જગમાલભાઇ વરૂ, રમેશભાઇ જાદવ, હેડ કોન્સ્ટેબલ બટુભાઇ વિઝુંડા વિગેરે રોકાયેલ હતાં.

(11:41 am IST)