Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના પોઝીટીવ કેસ આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લો ઓરેન્જ ઝોનમાં

જીલ્લાનાં ૭ લાખથી વધુ લોકોની છુટછાટની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યુઃ બેટ-દ્વારકા જડબેસલાક બંધ

ખંભાળિયા, તા.૪:કોરોનાના એક પણ પોઝીટીવ કેસ ન હોય તેવા જિલ્લાઓને ગ્રીન ઝોન સરકારે જાહેર કરી લોકડાઉનમાં કેટલીક છુટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે નિર્ણયમાં દ્વારકા જિલ્લાનો સમાવેશ થતાં અહીં એક પણ પોઝીટીવ કેસ નોધાયા ન હોવાથી જિલ્લાનું તત્ર પણ રાહત અનુભવી રહયું હતું. પરંતુ રાજસ્થાન (અજમેર)માં કેટલાક હાલારના યાત્રિકો ફસાયા હોવાથી તેને માદરે વતન લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં કેટલાક યાત્રિકો બેટ-દ્વારકા અને સલાયા સહિતના વિસ્તારના હોવાથી વતન પહોચ્યા બાદ તે લોકોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કવોરેન્ટાઈન કરી તેમના સમ્પલો લેવામાં આવ્યાં હતાં. ચાર મોટા અને ચાર બાળકો મળી આઠ લોકોના સેમ્પલોમાંથી શનિવારના રાત્રીના એક મહિલા અને પુરૂષના રીપોર્ટ પોઝાટીવ આવતાં જિલ્લા તંત્રમાં દોડધામ શરૂ થઈ હતી અને ગ્રીન ઝોનમાં આવેલો દ્વારકા જિલ્લો તુરંત ઓરેન્જ ઝોનમાં આવાં જતા મળવાની તમામ છુટાછાટ હવે હાલ પૂરતી સ્થગીત કરવામાં આવી છે.

હજુ આ ખબરે લોકોના હાજા ગગડાવ્યાં હતાં. વધુ એક અજમેસ્થી સલાયા આવેલા પ૦ વર્ષિય મહિલાને કોરોના પોઝીટીવ આવતાં જિલ્લાન્ આરોગ્ય વિભાગ દોડ ગયું હતું અને મહિલાને કુવાડવા ખાતે ઉભા કરાવેલા આઈસલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ કોસના દર્દીઓની ટ્રાવલાંગ હિસ્ટ્રી પણ મેળવવામાં આવી છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્યલ મેળવી હોમ કવોરેન્ટાઈન કરવામાં આજાાં છે. આ ઉપરાંત આ પરિવારની કાર ખંભાળિયા બાયપાસ પાસે આવેલા જેકેવી નગરે-૩ પાસે ડિઝલ ભરાવવા માટે ઉભી રહેતાં તંત્રએ જેકેવી નગર-૩ ૫ણ સીલ કર્યું છે.

સલાયામાં ૫૦ વર્ષિય મહિલાનો કોરોના પોઝીટીવ કેસ આજા બાદ અન્ય લોકો પણ સંકમિત ન બને તે માટે સલાયાના વોર્ડ-નં.૩માં હુશેની હોટલથી આમલા લલુળાંવાળી મમુગડાના ઘરથી જાહેર પીરથી ભખર ભોકલના ઘરથી જૂસુ જાકુલના ઘરથી જન્નતબેન માજી પ્રમુખના ઘર થી જશરાયા પાડાથી બંદર રોડની શાળા પાસેથી આદમ શેઠના ખાર કાનાર્થી ભખર ભોકલના પીસીઓથી હ્રશેની હોટલ સુધી પરત આ વિસ્તારમાં અંદાજીત ૫૦૦ઘ૨ અને ૩૦૦૦ની વસ્તી છે. જેને કન્ટેઈનમેન્ટ એરીયા તરીકે જાહેર કર્યો છે.

રાજસ્થાન અજમેરથી આવેલા સલાયાના બે વ્યકતી પૈકી એક મહિલાને કોરોના પોઝીટીવ આવતાં તેઓ બે દિવસમાં ૩ર વ્યકિતના સંપર્કમાં આવ્યા હતાં અને તે ૩ર વ્યકતી ૪૭૦ લોકોના સંપર્કમાં આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તમામને હોમ કવોરેન્ટાઈન કરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી.

(11:40 am IST)