Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

અમરેલી પોલીસ તંત્રનું માનવતા વિહોણું : સુરતથી લવાયેલ મહિલાની ડેડબોડીને 4 કલાક અટકવાઈ

ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફોન કરીને ફરિયાદ કરી

અમરેલીઃ ગુજરાતમાં લોકડાઉન વચ્ચે અમરેલી પોલીસ તંત્રનું માનવતા વિહોણું વલણ હોવાનો ભાજપના નેતા દિલીપ સંઘાણીએ આભેપ લગાવ્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને દિલીપ સંઘાણીએ ફોન કરીને ફરિયાદ પણ કરી છે.

 પોલીસના વલણને કારણે સુરતથી મહિલાની ડેડબોડીને વિજપડીના હાડીડા નજીક 4 કલાક અટકવાઈ હતી.મૃતક ખાંભાના ચકારવા ગામનો હતો.

 મળતી વિગતો પ્રમાણે સુરતથી મહીલાના મૃતદેહનું સર્ટિફિકેટ અને ડોક્ટરની પરવાનગી બાદ પણ અમરેલી જિલ્લામાં પ્રવેશ ન મળતા પરિજનોએ દિલીપ સંઘાણીને રજુઆત કરી હતી. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણ કર્યા બાદ ચાર કલાક બાદ શબને જવા દેવાયું હતું. દિલીપ સંઘાણી અમરેલી જિલ્લા પોલીસ તંત્રના વલણ પર ખફા થયા હતા.

(11:36 am IST)