Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગ્રીન ઝોન જૂનાગઢમાં એસટી બંધ રાખવોનો નિર્ણય : મોડીરાત્રે તંત્રએ નિર્ણય બદલાતા મુસાફરોને હાલાકી

ધંધાર્થીઓ માટે બે પાળીની વ્યવસ્થા ગોઠવાઈ

જૂનાગઢ : ગ્રીન ઝોન જૂનાગઢમાં એસટી બંધ રાખવોનો નિર્ણય કરવામાં આવ્યો. જૂનાગઢના કલેક્ટર દ્વારા એસટી બસ શરૂ કરવાની સૂચના આપી હતી. જોકે, મોડી રાત્રે એસટી બસ બંધ રાખવાને નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી કેટલાક મુસાફરો હેરાન થયા હતા. કેટલાક મુસાફરો જુનાગઢ બસ સ્ટેન્ડ આવી હગા હતા. પરંતુ એસટી શરૂ ન થતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી

આ ઉપરાંત જૂનાગઢમાં ધંધાર્થીઓ માટે બે પાળીની વ્યવસ્થા ગોઠવાઈ છે. તો જરૂરી સેવા, ફરસાણ અને મિઠાઈની દુકાન સવારના આઠથી બપોરના બાર વાગ્યા સુધી શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તો છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા કેટલાક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

(11:31 am IST)