Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભાવનગરમાં એકસાથે ૧૭ કોરોના પોઝિટિવ કેસ આવતા ખળભળાટ : પતિ પત્ની અને પુત્ર પણ ઝપટે : નવા વિસ્તારમાં પ્રસરી જતા ચિંતા

ભાવનગર :  ભાવનગરમાં આજે એકસાથે 17 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે શહેરના પખાલી વડ વિસ્તારમાં રહેતા દંપતી અને તેના પુત્ર સહિત 17 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. શહેરના ચિત્રા અને સંઘેડિયા બજાર નવા વિસ્તારમાં કેસ નોંધાતા આરોગ્ય વિભાગ મા દોડધામ મચી ગઇ છે અત્યાર સુધીમાં ભાવનગર કુલ પાંચ વ્યક્તિના મોત થયા છે જ્યારે આજે સતત 17 કેશ આવતા પોઝિટિવ કેસની સંખ્યા ૭૩ થઈ છે.:

(9:23 am IST)