Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

સરકારના ૧૩૬ કરોડના પ્રોજેકટ સામે ૫૦ લાખમાં મેથળા બંધારા મજબૂત અભિયાનનો પ્રારંભ

તળાજા, તા.૪: તળાજા તાલુકાના મેથળા નજીક દરિયાના ખારા પાણીને રોકી મીઠા પાણીનું સરોવર બનાવવા માટે ગત વર્ષે બનાવવામાં આવેલ બંધારાના મજબૂતી કરણ માટે આજે ફરીને બેઠક મળી હતી. દાતાઓની સખાવત અને સ્થાનિક ખેડૂત ખેત મજુર પરિવાર દ્વારા ફરીઅપના

હાથ જગન્નાથનું સૂત્ર સાર્થક કરવાનો નિર્ણય લેવાયો હતો.

તળાજા અને મહુવા તાલુકાના પંદર જેટલા અંતરિયાળ અને દરિયા કિનારે આવેલ ગામડાના લોકોએ સરકર સમક્ષ મીઠા પાણીનું સરોવર બને, સંગ્રહિત થાય, દરિયાનું પાણી રોકવામાટે પાળો બનાવવાની વર્ષોની માગ નસ્વીકારતા અને માત્ર ખોટા વચનોજ આપવામાં આવેછે તેવી લાગણી અનુભવતા ગત ચોમાસા પહેલા ભર ઉનાળે જાત મહેનત ઝીંદાબાદને દાતાઓની સખાવતથી બધાંરો બાંધી દીધેલ.

૧૩૬ કરોડ રૂપિયા ખર્ચે બંધારો બનાવવાની જાહેરાત સાંસદ સહિતના દ્વારા કરવામાં આવી હતી.પણ આ વિસ્તારના લોકોને ફરી પાછી લોલીપોપ આપવામાં આવી હોય તેવો એહસાસ થતા જે પાળો બનાવવામાં આવેલ છે તેના મજબૂતી કરણ માટે આજે બેઠક બોલાવવામમાં આવી હતી. જેમાં લાખો રૂપિયાનું દાન આવેલ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.એ ઉપરાંત સ્વંય લોક જ પાળાને મજબૂત બનાવશે તેવો નિર્ણય લેવાયો હતો.

વકતાઓએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતુંકે સરકરની ૧૩૬ કરોડના ખર્ચ એ બધાંરો બનાવી આપીશુંની લોલીપોપ સામે ૫૦ -૬૦ લાખમાં પાળા નું મજબૂતી કરણ કરી નાખીશું.

એ ઉપરાંત સરકર દ્વારા આરોગ્ય,પાણી,શિક્ષણ,રોજગારી, વાહન વ્યવહાર સહિતની સુવિધાઓ આપવામાં કાંઠાળ વિસ્તારના લોકો સાથે અન્યાય કરી રહી છે.

કેવા પ્રકાર નોભોગ આપીએ તો સરકાર સવલતો પુરી પાડે ? તેવો વ્યંગ કરેલ. ભરત ભીલ એ. જણાવ્યું હતુંકે ફંડ આવવાનું ચાલુ જ છે. જેટલું ફંડ આવશે તે ખેડૂતોના હિતમાં વપરાશે.

મેથળા બંધારાના આગેવાન કાર્યકર્તા ભરત ભીલ એ જણાવ્યું હતુંકે માઇનિંગ માટે મથતી કંપની અને માઇનિંગની મંજૂરી આપતી અને મીઠા પાણીની અહીં લોકોનું અસ્તિત્વ ટકી રહે તેવા પગલાં ન ભરનાર સરકારને ગરીબ ખેૂડતોની હાય લાગશે. એ હાયને કોઈ માફ નહિ કરીશકે.

(11:33 am IST)