Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સુરેન્દ્રનગરના કટુડાની સીમમાં જુગાર રમતા ૭ ઝડપાયા

સુરેન્દ્રનગર, તા.૦૪: રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ કૃણાલ પટેલ પો.સબ.ઇન્સ  આર.આર.સેલ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના આપી છે. જીલ્લાના જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમા કટુડાગામની સીમમાં અમુક લોકો ભેગા મળી જુગાર રમે છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ સ્ટાફ સાથે પહોચી રેઇડ કરતા આરોપીઓ (૧) ધનશ્યામ હરજીભાઇ રાખશીયા રે.કટુડા (ર) અશ્વીન ત્રીભોવનભાઇ રાઠોડ રે.કટુડા (૩) દિપક ચુનીલાલ પઢારીયા રે.સુરેન્દ્રનગર (૪) મુકેશ મનજીભાઇ વાટુકીયા રે.દુધરેજ (૫) સુરેભા રઘુભા ઝાલા રે.કટુડા વાળાઓને નશીબ ઉપર આધારીત ગંજીપતાના પાના અને પૈસા વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ.૧૨,૦૦૦, મોબાઇલ ફોન-૫ રૂ.૫,૦૦૦ તથા મો.સા.ર રૂ.૬૦,૦૦૦ મળી કુલ રૂ.૭૭,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી તેમજ નાશી જનાર (૬) ભુપતસિહ બહાદુરસિહ વાઘેલા રે.કટુડા (૭) ધનશ્યામ ગોવીંદભાઇ કમેજળીયા રે.દુધરેજ મળી તમામ સાત આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

(1:13 pm IST)