Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

આટકોટ પોલીસ સ્ટેશન બહાર કબ્જે કરાયેલી કાર સળગી

જસદણ તા.૪: જસદણના આટકોટ પોલીસમથકમાં બિનવારસી કબજે કરાયેલી એક કારમાં અચાનક આગ ભભુકી ઉઠતાં ભસ્મીભુત થઇ ગઇ હતી. આ બનાવ પાછળ કચરો સળગતો કારની માથે પડયો હોવાનું જાણવા મળેલ છે. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ એન્ટ્રી દાખલ કરી છે. (તસ્વીર હુસામુદીન કપાસી, જસદણ)

(12:01 pm IST)