Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

મોરબીના ખેડુતોને પંદર દિવસમાં વીમો નહી મળે તો કાનુની કાર્યવાહીની ચીમકી

મોરબી તા.૪: મોરબી જીલ્લામાં ખેડુતોને પાકવીમો મળ્યો ના હોય જે અંગે ખેડુતોએ કંટાળીને ગ્રાહક સુરક્ષા મંડળ પાસે દાદ માંગી હોય જેથી ગ્રાહમ સુરક્ષા મંડળે પંદર દિવસમાં પાકવીમો ના મળે તો કાનુની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જીલ્લાના ઘુટું, જેતપુર અને આસપાસના ગામોના ખેડુતોને વર્ષ ૨૦૧૬-૧૭ નો પાકવીમાંની રકમ મળી નથી જે ખેડુતોએ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક દ્વારા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઘુટું (મોરબી) શાખામાંથી વીમો ઉતરાવેલ છે તેવા પંચાસ થી વધુ ખેડુતો પાકવીમોં માટે ધક્કા ખાઇ રહ્યા છે. વીમા કંપની દાદ આપતી નથી ખેડુતો અરજી કરે તો ત્રણ મહીને જવાબ આપે છે છતાં પાકવીમો ચુકવાતા નથી. ખેડુતોએ વીમાનું પ્રિમિયમ ભયું છે તમામ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા છે અને પચાસ ખેડુતોની લાખોની રકમ બાકી હોય જેથી ખેડુતોને આગામી પંદર દિવસમાં પાકવીમો નહિ ચુકવાય તો ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાનુની કાર્યવાહી કરશે જેની તમામ જવાબદાર બેં અને વીમા કંપનીની રહેશે તેમા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યું છે

(11:45 am IST)