Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ઉપલેટા નગરપાલિકા દ્વારા મોજ નદીમાં શરૂ કરવામાં આવેલ સફાઇ અભિયાન

ઉપલેટા તા. ૪ : ગુજરાત રાજય સરકાર દ્વારા પરિપત્રના આધારે નદીઓનું શુધ્ધીકરણ, ગાઁડાબાવળ, ગાંડી વેલ તથા -નય કચરો સાફ કરી, નદી તથા નાળાઓને શુધ્ધ કરવા સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાને અંતર્ગત ઉપલેટા નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન ચંદ્રવાડીયા  દ્વારા આજરોજ મોજ નદીમાં ઉગી ગયેલ ગાંડા બાવળ, ઝાડી ઝાંખરા તેમજ અન્ય કચરો સફાઇ કરાવવા માટે ૨ જે.સી.બી. તેમજ ટ્રેકટરો દ્વારા નિકાલ કરવાનું આજરોજ પ્રાંરંભ કરવામાં આવેલ. પ્રમુખ દ્રવારા જણાવવામાં આવ્યુ છે કે  આવતા આઠ દિવસમાં મોજ નદીને શુધ્ધ કરવામાં આવશે. આ  કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલીકાની આરોગ્ય શાખાની ટીમ અશોકભાઇ ડેર, અનુભા જાડેજા, સીદીકમીયા પીરઝાદા, રાહુલભાઇ વિગેરે તેમજ એન્જીનીયર ધર્મેશ દલસાણીયા સાહેબ તથા દાનાભાઇ ચંદ્રવાડીયા, રાકેશભાઇ કપુપરા ઉપસ્થિત રહેલ હતા.

(11:38 am IST)