Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉન : ગીર પંથકમાં સિંહ રસ્તા ઉપર મસ્તીમાં

રસ્તા સૂમસામ બનતાં વનરાજ રોડ પર : સિંહણ સાથે બચ્ચાનો મોજમસ્તી કરતો વિડિયો વાયરલ

અમદાવાદ,તા. ૩ : કોરોના વાયરસના કારણે દેશની સાથે સાથે ગુજરાતભરમાં પણ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે વન્ય પ્રાણીઓને હાલમાં મજા પડી ગઇ હોય તેમ લાગે છે. ગીર પંથકમાં સિંહ અને સિંહબાળો રસ્તા પર મસ્તીના મૂડમાં હોય તે પ્રકારનો એક વિડિયો વાયરલ થયો છે તેનો વિડિયો ચારેબાજુ જોવા મળી રહી છે. વન્ય પ્રાણીઓ રસ્તા પર આવવાના કિસ્સા અન્ય પણ બની રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજયમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને તેના કારણે રોડ-રસ્તાઓ અને સમગ્ર જનજીવન જાણે સૂમસાણ અને શાંત બની રહ્યુ છે ત્યારે અમરેલીના ગીર સહિતના પંથકોમાં જંગલના રાજા સિંહ-સિંહણ તેના બાળબચ્ચાઓને લઇ સૂમસામ બનેલા રોડ-રસ્તાઓ પર બિન્દાસ્ત બની પરિવાર સાથે લટાર મારવા નીકળતો નજરે પડે છે. આંબરડી નજીક તો સિંહણ સાથે તેના બચ્ચાઓ મોજમસ્તી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં તે ભારે લોકપ્રિય બની રહ્યો છે.

             રાજયમાં કોરોના વાયરસની ખતરનાક અસરોને નાથવાના ભાગરૂપે હાલ રાજયભરમાં લોકડાઉનની અમલવારી ચાલી રહી છે, જેને લઇ રોડ-રસ્તાઓ અને ચહલપહલ શાંત અને સૂમસામ જણાઇ રહ્યા છે ત્યારે અમરેલીમાં લોકડાઉનના માહોલમાં રોડ રસ્તા સુમસામ બનતા સિંહો રોડ પર ઉતરી આવ્યા છે. નાના સિંહ બાળો સાથે સિંહણ રોડ પર આવી ચડી હતી અને બાળ સિંહ મસ્તી કરતા નજરે પડ્યા હતા. આંબરડી નજીક સિંહણ રોડ પર આવી હતી અને તેનો વીડિયો કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો. જો કે, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં પર ખૂબ જ વાયરલ થયો છે. માત્ર ચાર પાંચ માસના સિંહ બાળ રોડ પર ધીંગા મસ્તી કરતા નજરે ચડી રહ્યા છે.

(9:40 pm IST)