Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉનની ગંભીર સ્થિતિ વચ્ચે લોકોને આવાગમન માટે છૂટછાટ આપવા લલીત વસોયાના ભલામણપત્રોથી આશ્ચર્ય

દિલ્હી મરકઝે સર્જેલી દ્વિધાભરી સ્થિતિ વચ્ચે ઉપલેટા ધારાસભ્યએ લખેલા ભલામણપત્રોથી અનેકવિધ પ્રશ્નો - ચર્ચા

રાજકોટ, તા. ૪ : ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા આજે સત્તાવાળાઓ ઉપર લખવામાં આવેલા બે ભલામણ પત્રોએ ભારે આશ્ચર્ય અને ચર્ચા જગાવી છે. દિલ્હી મરકઝે છેલ્લા કેટલાક દિવસોથી સત્તાવાળાઓ માટે ઉભી કરેલી વિપરીત અને દ્વિધાભરી સ્થિતિ વચ્ચે સુરતથી ઉપલેટા આવાગમન માટે છૂટછાટની ભલામણ કરવામાં આવતા તંત્ર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયુ છે. સાથે સાથે શું કરવું - શું ન કરવું? દ્વિધા પણ ઉભી થયાનું ચોક્કસ સરકારી અધિકારીઓએ માધ્યમોને જણાવ્યુ હતું.

લલીતભાઈ વસોયાએ તા.૨૯ - ૩- ૨૦૨૦ના પોતાના લેટરપેડ ઉપર ભલામણપત્ર અથવા દાખલા લખી આપ્યા છે. જેમાં જણાવાયુ છે કે 'આથી દાખલો લખી આપવામાં આવે છે કે ઉપલેટામાં રહેતા નીચેના નામવાળા ૬ વ્યકિત સુરત ધાર્મિક પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન લોકડાઉનના કારણે વાહન ન મળતા સુરતમાં ફસાઈ ગયા છે. ઉપરના મુસ્લિમ પરિવારના ૬ સભ્યોને પોતાની ગાડી નં.... લઈને સુરતથી ઉપલેટા આવવા દેવા મારી ભલામણ છે.' આવી જ રીતે બીજો પત્ર પણ લખાયો છે. જેમાં અન્ય ૫ના નામ સાથે ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના  નિઝામુદ્દીન  સ્થિત તબલીગી જમાતની મરકઝ મસ્જીદમાં કોરોનાની ગંભીર સ્થિતિને નજર અંદાજ કરી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેને લઈને કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયુ છે. આ સ્થિતિમાં મરકઝમાં ઉપસ્થિત તમામ તબલીગી સભ્યોને કોરોન્ટાઈન કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આવા તબલીગોને પોલીસ અને તંત્ર શોધી રહી છે. તે વચ્ચે લખવામાં આવેલા ભલામણ પત્રોથી આશ્ચર્ય સર્જાયુ છે.

(3:26 pm IST)