Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કચ્છમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી- મુન્દ્રાના યુવાનને દાખલ કરી સેમ્પલ લેવાયા

(ભુજ) કચ્છમાં પાંચ દિવસની શાંતિ પછી કોરોનાનો એક શંકાસ્પદ દર્દી દેખાતાં ફરી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુન્દ્રાની સમુદ્ર ટાઉનશીપમાં રહેતા યુવાનને કોરોના જેવા લક્ષણો લાગતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આરોગ્યતંત્ર દ્વારા આ યુવાનના સેમ્પલો ટેસ્ટ માટે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે.

(2:09 pm IST)