Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

તબીબે ઓપરેશનની ના પાડતા રાજકોટથી પરત જામનગર ઘરે લઇ જતા ડાયાબીટીસગ્રસ્ત ખીરા વૃદ્વનું રસ્તામાં જ મૃત્યુ

જાહેરનામાનો ભંગ કરતા ૨૪ શખ્સો પોલીસ સકંજામાં

જામનગર, તા.૪: અહીં શંકર ટેકરી નવી નિશાળ પાછળ રહેતા હુશેનભાઇ ઉમરભાઇ ખીરા એ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આઇસાબેન હુશેનભાઇ ખીરા, ઉ.વ.૬૦, રે.શંકર ટેકરી નવી નિશાળ પાછળ, ખોડીયાર માતાના મંદિરની બાજુમાં, વીસેક વર્ષથી ડાયાબીટીશ જેવી બીમારી હોય અને બંને પગમાં દુઃખાવો ઉપડતા સારવારમાં લઇ જતા ડોકટરે પગમાં સડો હોવાથી પગ કાપવાનું કહેતા વધુ સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ ત્યાં ડોકટરે ઓપરેશનની ના પાડતા રાજકોટથી જામનગર પરત ફરતી વખતે રસ્તામાં શ્વાસ ચડતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના ડોકટરે તપાસી મૃત્યુ પામેલ હોવાનું જાહેર કર્યુ હતું.

દુકાન ખુલ્લી રાખી

સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ ટપુભા મલુજી જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ-૫૪, વિશ્રામવાડી મહાદેવના મંદિર પાસે, અર્જુનભાઇ લીલારામ કટારમલ ચીજ વસ્તુની દુકાન ખુલ્લી રાખી ગુનો કરે છે.

રેકડીમાં ખાણીપીણીનો ધંધો કરતો ઝડપાયો

સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ઝાલાએ ફરીયાદ નોંધાવી છે કે, મોરકંડા રોડ, રબ્બાની પાર્ક, શેરી નં૪ આરીફ ઓસમાણ સોલંકી પોતાની પકોડાની રેકડી ખુલ્લી રાખી ગુનો કરેલ છે.

મોરકંડા રોડ પર તેર શખ્સો ઝડપાયા

સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં  હેડ કોન્સ. એસ.ડી.ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે મોરકંડા રોડ, રબ્બાની પાર્ક સામે, આરોપીઓ મુર્તુઝા હકીમભાઇ ગાંધી, અલીઅસગર મહમદભાઇ ચિકાણી, મુર્તુઝા હાતીમભાઇ ત્રીવાદી, મહમદ અસગરઅલી ભંગલાવાલા, આરીફ હુશેનભાઇ શેખ, વિરજીભાઇ સોમાભાઇ ચૌહાણ, કેશવજી રતીલાલ પરમાર, પિયુષભાઇ માધવજીભાઇ સોલંકી, ધર્મેશભાઇ શામજીભાઇ કટેશીયા, હુશેનભાઇ રઝાકભાઇ બકાલી, હાતીમભાઇ સરફલઅલી કાજીયાની, રામજીભાઇ મોહનલાલ સતવારા, ગુલામામદભાઇ હમલભાઇ બ્લોચ રે.મોરકંડા રોડ, એકઠા થઇ ગુનો કરેલ છે.

શંકર ટેકરીમાં પાંચ ઝડપાયા

સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેન્દ્રસિંહ બચુભા જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી, દિ.પ્લોટ-૪૯માં રાજેશ સમસુદીનભાઇ હેમનાણી, અરવિંદ કરશનભાઇ પરમાર, દિનેશ વસંતભાઇ દામા, અમીતભાઇ નાથાભાઇ સોલંકી, મોસીન અબ્બાસભાઇ ખફી, ટાઇમપાસ કરતા હોય લોકડાઉનનો ભંગ કરતા મળી આવતા ગુનો કરેલ છે.

ગુલાબનગર પાસે ચાર ઝડપાયા

સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ.રાજેશભાઇ દુર્લભજીભાઇ વેગડએ ફરીયાદ નોંધાવી છે કે, સબીરભાઇ અસરફભાઇ બુખારી, સુરેશભાઇ મોહનભાઇ હડીયલ, પરેશભાઇ સુરેશભાઇ ગોસ્વામી, દિનેશભાઇ પરસોતમભાઇ પરમાર, એક સ્થળે એકઠા થઇ જાહેરમાં બેસી ગુનો કરેલ છે.

(1:13 pm IST)