Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉનની સ્થિતીમાં જાહેરનામાના ભંગ સબબ સોરઠમાં વધુ ૯૫ શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોલિસ સતત ખડેપગે છતાં લોકો સમજતા નથી

જુનાગઢ તા.૪: લોકડાઉનની સ્થિતીમાં જુનાગઢ જિલ્લામાં જાહેરનામાના ભંગ સબબ વધુ ૯૫ શખ્સો સામે પોલિસ ફરિયાદ નોંધવામાં આવી છે.

કોરોનાના સંકટના સામના માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જે આ  પાલન માટે જુનાગઢ રેન્જના ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને એસપી સૌરભસિંઘની સુરક્ષાથી સોરઠમાં પોલીસ સતત ખડેપગે રહીને નજર  રાખી રહી છે.

છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જુનાગઢ શહેર - જિલ્લામાં લોકડાઉન ઘર બહાર નીકળેલા ૯૫ શખ્સો સામે અટકાયતની  પગલા લેવામાં આવ્યા છે.

જેમાં જુનાગઢ એ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ૧૩ ઈસમો, બી-૧૮, સી ડીવીઝન - ૧૦, ભવનાથ - બે અને તાલુકા પોલિસે બે શખ્સો સામે લોકડાઉન - જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત માળીયા હાટીના પોલિસે ૧૫, મેંદરડા- બે , કેશોદ -૭, બાંટવા - ૪, માંગરોળ - ૧૦, શીલ - બે, ચોરવાડ-પાંચ, માંગરોળ પોલીસે પાંચ ઈમસો વિરુધ્ધ અટકાયતની પગલા લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:12 pm IST)