Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અમરેલી શહેરમાં કઠોળની અછતઃ દુધ સહિતની વસ્તુના વેચાણનો સમય વધારો

તંત્ર દ્વારા કરિયાણાના વેપારીઓને પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ

અમરેલી તા.૪ : અમરેલી શહેરમાં વેપાર કરતા કરીયાણાની દુકાનોમાં તેમજ જુના યાર્ડમાં વેપારીઓની દુકાનોમાંથી કઠોળનો ઉપાડ થઇ જતાં હાલમાં અડદ, મગ, મગફાડા, મગ, છડી દાળ, ચણા દાળ સહિતના કઠોળની બજારોમાં અછત વર્તાઇ રહી છે. હાલમાં વાહન વહેવાર બંધ હોવાથી નવો પુરવઠો આવી શકતો ન હોય જેથી જીલ્લા પુરવઠા તંત્રએ અમરેલીના કરિયાણાના વેપારીઓને કઠોળનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની છે. જેથી લોકોને મુશ્કેલી દુર થઇ શકે.

અમરેલીમાં લોકડાઉનનો કડક અમલ થઇ રહયો છે. જેમાં પ્રજા પણ સતત સહયોગ આપી રહી છે. જીલ્લા વહીવટી તંત્રની ગોઠવેલી વ્યવસ્થા યોગ્ય છે. પણ દુધની સપ્લાય વહેલા મોડી થતી હોય  અનેસવારનો દુધનો સમય યોગ્ય છે. પરંતુ અનેક લોકો પોતાના સમજણના કારણે ભીડથી દુર રહેતા હોય. જેના કારણે આવા લોકો દુધથી વંચિત રહી જાય છે. જો બપોર પછી દુધનું વિતરણ સાંજના સમયે ૪ થી ૬ શરૂ કરવામાં આવે તો લોકોને ભારે રાહત રહે. અને પોતાનો સમયસાચવી શકે પરંતુ જીલ્લાનું તંત્ર કોઇ ગંભીરતા દાખવતુ નથી. જેથી લોકો સહન કરવુ પડે છે. હાલ દુધનો પુરવઠો મળી રહે છે. સાંજની વ્યવસ્થા ગોઠવાય તો લોકોને હાલાકીનો સામનો કરવો ના પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

(1:11 pm IST)