Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સુરેન્દ્રનગરઃ ખરાબ અનાજ વિતરણ બાબતે કલેકટર કચેરીમાં ઉહાપોહ

વઢવાણ, તા.૪: અનાજનો પુરવઠો સુરેન્દ્રનગર જિલ્લાની સમિતિઓમાંથી સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને આપવામાં આવતા એકદમ ખરાબ અને સડેલું ઘઉં નીકળતા સુરેન્દ્રનગર જિલ્લાની મઙ્ગિહલાઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ધસી આવીને આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેના પુરવઠા અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મહિલા પાસેથી જાણવા મળતી વિગત અનુસાર આપવામાં આવેલ દ્યઉં સડેલા હોવાથી ખાઈ શકાય તેવી કોઈપણ જાતની શકયતા નથી અને પશુઓને ખવડાવવા ના દ્યઉં સમિતિમાં આપીને સરકાર દ્વારા નાના માણસની ક્રૂર મજાક કરી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના બંધ પડેલા રેશનકાર્ડ માં દ્યઉં અને ચોખા અને કિટની વસ્તુઓ આપવામાં આવતા આ લોકો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સમિતિમાં આપવામાં આવતા રેશનીંગ વસ્તુઓમાં ખાસ કરીને દ્યઉંમાં દ્યઉંનો પાવડર અને નીકળતી હોવાની પણ મહિલાઓ દ્વારા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે પુરવઠા અધિકારીએ જણાવ્યા અનુસાર આ બાબતે ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ત્યારે ઉપરથી જ ખરાબ માલ આવવાના કારણે સમિતિ ધારકો માટે પણ આ બાબતે માથાનો દુખાવો બની ગયો છે.

આગામી સમયમાં સરકાર દ્વારા જે ખરાબ માલ આવ્યો છે તેને પરત લઇ સારો રેશનિગ નો માલ આપવામાં આવે તેવી પણ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

(1:10 pm IST)