Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.૮,૩૯ લાખનું અનુદાન

યુનિવર્સિટીમાં કાર્યરત તમામ કર્મચારીઓનો એક દિવસનાં પગારનું યોગદાન

જુનાગઢ તા.૪: હાલમાં  નોવેલ કોરોના વાઇરસ COVID 19 ની સમગ્ર વિશ્વમાં  તથા ભારતમાં આરોગ્યને લગતી મહામારીની ગંભીર પરિસ્થિતી ઉભી થઇ છે. તેની અસર ગુજરાત રાજ્યમાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં આ આફતનો સામનો કરવા સરકારશ્રી દ્વારા ખુબ જ ઉમદા અને આગમચેતી સ્વરૂપે પગલા લેવામાં આવેલ છે. આ મહામારી સામે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રીવેદી દ્વારા યુનિવર્સિટીના કાર્યરત વહીવટી તથા શૈક્ષણીક  કર્મચારીઓને તેમજ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના  તમામ કર્મચારીઓએ આર્થિક સહાય  માટે અપીલ કરવામાં આવેલ.

જે સંદર્ભે યુનિવર્સિટીમાં કાર્યરત તમામ કર્મચારીઓ એ એક  દિવસનો પગાર તેમજ સંલગ્ન કોલેજોના અધ્યાપકો કર્મચારીઓ દ્વારા સ્વેચ્છાએ આર્થિક અનુદાન આપવામાં આવેલ છે. આ અનુદાનની કુલ રકમ રૂ. ૮.૩૯ લાખ થયેલ છે. આ અનુદાનની રાષ્ટ્રસેવા અર્થે તથા સર્વેજનોના કલ્યાણની પ્રાર્થના સાથે કુલપતીશ્રી દ્વારા ચેક સ્વરૂપે આજરોજ જિલ્લા કલેકટરશ્રી ના  માધ્યમથી  મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવેલ છે.

વિશેષમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની હોસ્ટેલોમાં જરૂર જણાયે આઇસોલેશન વોર્ડ ઉભા કરવા પડે  તો તે  માટે પણ કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ જીલ્લા કલેકટર સમક્ષ તૈયારી  બતાવેલ છે.

(1:09 pm IST)