Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જુનાગઢમાં લોકડાઉનની સ્થિતિ પર કચેરીમાંથી સતત નજર રાખતા નાયબ પોલીસ વડા પવાર

જુનાગઢ તા.૪ : પ્રવર્તમાન સમયમાં હાલમાં કોરોના (COVID-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ બિમારીની ગંભિરતા ધ્યાને લઇ સરકાર દ્વારા આ બિમારીનું સંક્રમણ અટકાવવા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે આ લોકડાઉનની અમલવારી કરાવવાની સંપુર્ણ જવાબદારી પોલીસના શીરે છે.

આ લોકડાઉનનો સખ્તાઇથી અમલવારી કરાવવા જુનાગઢ જીલ્લાના તમામ વિસ્તારની સમયાંતરે પળેપળની પરિસ્થિતિની જાણકારી મેળવવા અને જીલ્લાના તમામ અધિકારીઓનો કીંમતી સમય બચાવવાના હેતુથી પોલીસ અધિક્ષક જુનાગઢ કચેરી ખાતે ઝુમ કલાઉડ મીટીંગ એપ્લીકેશન (વિડીયો કોન્ફરન્સ સોફટવેર) વિકસાવી જીલ્લાના તમામ અધિકારીઓ સાથે લાઇવ સંપર્કમાં રહી જરૂરી સુચનાઓની આપ-લે કરી, જીલ્લાની પરીસ્થીતીનો તાગ મેળવી જીલ્લામાં ખુબ જ અસરકાર કામગીરી કરાવવામાં સફળતા મળેલ છે.

આ કામગીરી સફળ થતા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવાર દ્વારા જુનાગઢ રેન્જના જુનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ એમ ત્રણેય જીલ્લાઓના અધિકારીઓ સાથે આ સોફટવેરના માધ્યમથી નિયમીત વિડીયો કોન્ફરન્સ દ્વારા જે તે વિસ્તારની પરીસ્થિતીનો તાગ મેળવી જરૂરી સુચનાઓ આપે છે. ઉકત વિડીયો કોન્ફરન્સના સફળ પ્રયોગ બાદ ગુજરાત રાજ્યના અન્ય જીલ્લા ખાતે પણ આ પ્રકારની સુવિધા વિકસાવેલ છે જે જુનાગઢ જીલ્લા માટે વર્ગની વાત છે. આ કામગીરીમાં પી.એસ.આઇ. એ. બી. નંદાણીયા, એ.એસ.આઇ. પી.એચ.મશરૂ તથા પો.કોન્સ. વિમલભાઇ ભાયાણી સાથેરહી કરેલ છે.

(1:07 pm IST)