Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સૌરાષ્ટ્ર-કચ્છના ૪ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર

સવારથી જ અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ

રાજકોટ, તા. ૪ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાનો માહોલ ધીમે-ધીમે જામતો જાય છે. ગઇકાલે ૪ શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ ગયો હતો.

જેમાં રાજકોટ ૪૦.૩, ભૂજ ૪૦.પ, ન્યુ કંડલા ૪૦.૧, અમરેલીમાં ૪૦ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જે હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ -જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરનાં સમયે મહતમ તાપમાનનો પારો ઉંચકાતા લોકો બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠે છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩૮ મહત્તમ, ર૧.પ લઘુતમ, ૭૯ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૯ પ્રતિકલાક પવનની ગતિ રહી હતી.

(1:04 pm IST)