Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઉપલેટાનાં ભાંખનાં મૌની આશ્રમના મહંત કૌશલ કિશોરદાસજીનાં આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટના આધારે તપાસ

ઉપલેટા, તા. ૪ : ઉપલેટા તાલુકાના ભાંખ ગામે આવેલ મૌની આશ્રમમાં રહેતા મહંત કૌશલકિશોરદાસજીએ  ઝેરી દવા પી ને આપદ્યાત  કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાયાવદર પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ભાંખ ગામ પાસે આવેલ મૌની આશ્રમમાં રહેતા મહંત કૌશલકિશોરદાસજી એ ઝેરી દવા પી ને આપદ્યાત કરી લીધો હતો. ભાયાવદર પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ દ્યટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં મહંતે લખેલી  ૧૦ પાનાની સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવેલ હતી.  સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. આ નોટમાં તેમણે લખ્યું હતું કે હું મારી ઈચ્છાથી જ પ્રાણ ત્યજુ છુ. આશ્રમના કોઈપણ વ્યકિતને હેરાન ના કરતા સમસ્ત  ગામ ખુશીયોથી રહે છે ,જો કોઈ સાધુને પરેશાન ના કરતા,મને ગામે  બહુ જ આદર આપ્યો છે, ગામ બહુ જ સારૂ છે,મને ગમતું ન હતું એટલે મરવાનું પસંદ કર્યું. સહિતનો ઉલ્લેખ કરેલો છે પોલીસે આ સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:59 pm IST)