Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જોડીયામાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજ વિતરણના ધાંધીયા : કાર્ડ ધારકોમાં રોષ

જોડીયા, તા. ૪ : કોરોનાના હેઠળ સરકાર દ્વારા અપાતા વિના મૂલ્ય અન્ન વિતરણ કાર્યક્રમ હેઠળ જોડીયાના ત્રણ સસ્તા અનાજ દુકાનો દ્વારા ગરીબ કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં જથ્થાનું વિતરણ ન કરાતા કાર્ડ ધારકોમાં રોષ છે.

જોડીયામાં સસ્તા અનાજના દુકાનો દ્વારા તેનું પાલન કરાતું નથી અને મનફાવે વિતરણ કરાતા લોકોમાં રોષ જોવાઇ રહ્યો છે. અમુક ગરીબ કાર્ડ ધારકોને વ્યકિતદીઠ અનાજના જથ્થો ઓછો અપાઇ રહ્યો છે.

અમુકને ખાંડ અને દાળથી વંચિત રખાયા છે. જયારે સસ્તા અનાજના દુકાનો દ્વારા પોતાના રજીસ્ટર બુકમાં પૂરતા પ્રમાણમાં અનાજના જથ્થાના વિતરણની નોંધ કરી રહ્યા છે.

સસ્તા અનાજના દુકાનોનું સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન જોડીયાના પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરાઇ છે. તે ઉપરાંત અમુક કાર્ડ ધારકોનો અનાજના જથ્થાથી વંચિત રખાય છે. સરકાર દરેક કાર્ડ ધારકોને અનાજનો જથ્થો આપવા જણાવેલ છે.

(11:47 am IST)