Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજય સરકાર દ્વારા તમામ લોકોને સરકારી રાશન ૩ મહિના માટે આપોઃ વિક્રમભાઇ માડમ

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી ખંભાળીયા-ભાણવડના ધારાસભ્યની રજૂઆત

 જામનગર તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા - ભાણવડનાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને રેશનીંગનું અનાજ, ખાંડ, તેલ વગેરે વસ્તુઓનું નોન એનએફએસએ કાર્ડ ધારકાને રાશન પણ આપવામાં આવતુ નથી. તે તમામ રેશનકાર્ડ ધારકોને રેશનીંગનો માલ આપવા માગણી કરી છે.

વિક્રમભાઇ માડમે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારશ્રી દ્વારા હાલમાં સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવે છે. જેમાં સરકારશ્રી દ્વારા અંત્યોદય તેમજ બી.પી.એલ. અને એન. એફ. એસ. એ. રેશનકાર્ડ ધરાવતા લોકોને જ રાશન આપવામાં આવે છે, પરંતુ આ સિવાયના નોન એન. એફ. એસ. એ. કાર્ડ ધારકોને રાશન આપવામાં આવતું નથી. જે હજારો કુટુંબો એવા છે કે જે સર્વે કરાવવાનાં ટાઇમે ગેરહાજર હોવાના કારણે કે ગામડાઓમાં રાગદ્વેશના કારણે પણ આમાં સમાવેશ થઇ શકેલ નથી. તો આ ત્રણ કેટેગરી સિવાયના તમામ પ્રકારના રાશનકર્ડ ધરાવતા કુટુંબોને રાશન આ લોકડાઉન સમયમાં પણ આપવું જોઇએ. કારણ કે હાલમાં લોકો પાસે કોઇ કામ ધંધો કે આવકનો સ્ત્રોત નથી. મજૂરી મળતી નથી. માટે અમારી આપશ્રી સમક્ષ માંગણી છે કે રેશનકાર્ડ ધરાવતા તમામ લોકોને સરકારી રાશન હાલના આ લોકડાઉન સમયમાં ત્રણ મહિના માટે અવશ્ય મળવું જોઇએ.

સફાઇ કામદારો પ્રશ્ને રજૂઆત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કર્મચારીઓ તથા સફાઇ કામદારોને વિમા કવચ તથા સાધનો- આ લોકડાઉનના સમયમાં આપવા માગણી કરી છે.

વિક્રમભાઇ માડમે વધુમાં જણાવ્યું છે કે તમામ શહેરો તથા નગરપલીકાઓમાં આ લોકડાઉનના સમયમાં સફાઇ કામદારો  તથા કર્મચારીઓને વિમા કવચ અને સેફટીના સાધનો સરકાર દ્વારા આપવામાં આવે તે જરૂરી છે.

(11:47 am IST)