Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભાવનગરમાં જાહેરનામાનો ભંગ કરનાર ૩૫ વ્યકિત વિરૂદ્ઘ કાયદેસર કાર્યવાહી

ભાવનગર, તા.૪: પોલીસ દ્વારા  જાહેરનામાનો ભંગ કરનાર લોકો વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વાહન ચાલકો વિરુદ્ઘ પણ નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર ૨૪ વ્યકિત વિરુદ્ઘ આઈ.પી.સી.૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ઉપરાંત ડ્રોન કેમેરા મારફત એક વ્યકિત વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા ધી એપિડેમીક રેગ્યુલેશન એકટ મુજબ ૧૦ વ્યકિતઓ વિરુદ્ઘ આઈ.પી.સી.૨૬૯,૨૭૦,૨૭૧ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત મોટર વ્હીકલ એકટ મુજબ શહેર અને જિલ્લામાં ૪૬ વાહન ચાલકો વિરુદ્ઘ કાર્યવાહી કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.

ભાવનગર સહિત દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ધી એપિડેમીક એકટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટનું જાહેરનામું અમલમાં હોય, કોરોના વાયરસ જેવી મહામારીમાં કેટલાક લોકો સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવી લોકોમાં ગભરાટ ફેલાવતા હોય, પોલીસ દ્વારા આવી અફવાઓ ફેલાવતા વ્યકિતઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધી ૩ વ્યકિત વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. ઉપરાંત અમરેલી જીલ્લામાં ૨ વ્યકિત તેમજ બોટાદ જિલ્લામાં પણ એક વ્યકિત વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:45 am IST)