Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કચ્છમાં લોકડાઉન સાથે કડકાઈ વધી

શહેરી વિસ્તારોમાં નક્કી કરેલા સમયમાં જ આવશ્યક સેવાઓ માટે બહાર જવાની મંજૂરી

ભુજ, તા.૪: કોરોનાની મહામારી સામે કચ્છમાં વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન દરમ્યાન ઘણી જગ્યાએ લેવાઈ રહેલી છૂટછાટને કારણે હવે વધુ સાવધાની માટે કલેકટર પ્રવીણા ડીકે દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડીને શહેરી વિસ્તારો માટે બહાર નીકળવાનોઙ્ગ સમય નિશ્યિત કરવામાં આવ્યો છે. આ જાહેરનામું કચ્છના નગરપાલિકા વિસ્તારો ગાંધીધામ, માંડવી, ભુજ, ભચાઉ, અંજાર અને રાપરના શહેરી વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ માટે લાગુ પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જીવન આવશ્યક સેવાઓઙ્ગ અથવા તો તબીબી કારણોસર સવારે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે પ વાગ્યાથી ૭ વાગ્યા સુધી જ નીકળી શકાશે. બાકીના સમયમાં લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવાનો રહેશે. સ્કૂટર પર એક જ વ્યકિત અને કારમાં ડ્રાઇવર સહિત ૩ વ્યકિતઓ જ નીકળી શકશે. માત્ર પાસ ધરાવનારાઓ અને સરકારી કર્મચારીઓને બહાર નીકળવા માટે છુટછાટ અપાઈ છે.

(11:45 am IST)