Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગોંડલના ભંડારીયા ગામે મોટા મહિકાના રમેશભાઈ વિરડીયા ઉપર ધોકાથી હુમલોઃ કારમાં તોડફોડ કરી

જસદણના ગોખલાણા ગામે ગાળો બોલવાની ના પાડતા કોળી મહિલા ઉપર લાકડાના ધોકાથી હુમલો

રાજકોટ, તા. ૪ :. ગોંડલના ભંડારીયા ગામે મોટા મહિકાના પટેલ પ્રૌઢ પર ચાર શખ્સોએ ધોકાથી હુમલો કરી કારમાં નુકશાન કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભંડારીયા ગામે કાર લઈને ગયેલ રમેશભાઈ ગોવિંદભાઈ વિરડીયા રહે. મોટા મહિકા ઉપર ભંડારિયા ગામના પભો વેલજીભાઈ દેવીપૂજક, જગો વેલજીભાઈ દેવીપૂજક, રાઘુ વેલજીભાઈ તથા મના જગાભાઈ દેવીપૂજકે લાકડાના ધોકાથી હુમલો કરી માર મારી મુંઢ ઈજા કરી હતી. તેમજ કારમાં તોડફોડ કરી ૨૫૦૦૦નું નુકશાન કર્યુ હતું. ઈજાગ્રસ્ત રમેશભાઈ વિરડીયાના ભાગીયાને ઉકત આરોપીઓએ ગાળો આપતા તેને ફરીયાદી સમજાવવા જતા હુમલો કર્યો હતો. આ અંગે ઉકત ચારેય શખ્સો સામે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જસદણના ગોખલાણા ગામે રહેતા રીટાબેન રમેશભાઈ કોળીને તે જ ગામના ઘનશ્યામ નાગજીભાઈ મકવાણાએ લાકડાના ધોકાથી તેમજ ઢીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી. આરોપી ઘનશ્યામ મકવાણા ઈજાગ્રસ્ત રીટાબેનના ઘર પાસેથી ગાળો બોલતા નિકળેલ હોય ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. આ અંગે ફરીયાદ થતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)