Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકડાઉનમાં સેવાભાવીઓની ખડેપગે સેવા

જરૂરિયાતમંદોને રાશનકીટ-ફૂડ પેકેટોનું વિતરણ : પરપ્રાંતિય મજૂરોને રહેવા જમવાની સુવિધા

લોકડાઉનમાં અનાજ વિતરણ : ખીરસરા(રણ) :  સરકાર દ્વારા ફુડ સિકયુરિટી એકટઙ્ગ મુજબ મધ્યાહન ભોજનઙ્ગ કેન્દ્રો ના શાળાના બાળકો ને કોરોના વાઇરસના કારણે શાળા ઓ બંધ રહેતા ૧૧ દિવસમાં અનાજ વિતરણ કરવામાં આવેલ છે ખીરસરા તાલુકા શાળા કેન્દ્ર નંબર ૫ઙ્ગ ના બાળકો ને ખીરસરા જુથ.સેવા સહકારી મંડળી ઉપરથી અનાજ વિતરણ ચાલુ કરવા મા આવેલ છે તે તસ્વીર.

જામજોધપુરમાં રાશનની કિટનું વિતરણ : જામજોધપુર : મુનાભાઇ ચોટાઇ દ્વારા રાશનની કિટનુ વિતરણ કરવામાં આવી રહેલ છે જેમાં દરરોજ ૨૦૦ જેટલી રાશનકીટનુ ઓછામાં ઓછુ ૭ દિવસ સુધી ચાલે તેટલા કરિયાણાની કીટ બનાવાની અલગ અલગ વિસ્તારમાં જઇ જરૂરિયાતમંદોને પહોચાડવાની કામગીરી મુનાભાઇ દ્વારા કરવામાં આવેલ છે. જયા સુધી લોકડાઉન રહેશે ત્યા સુધી દરરોજ આ કામગીરી કરવામાં આવશે જેથી જરૂરિયાતમંદોને મુશ્કેલી ના પડે તે માટે સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે.(તસ્વીર : દર્શન મકવાણા, જામજોધપુર)

રાજકોટ તા.૪ : સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી વર્ગને મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવીઓ ખડેપગે સેવા કરી રહ્યા છે. ઠેર ઠેર રાશનકિટ ફૂડ પેકેટ વિતરણ તેમજ પરપ્રાંતીય મજૂરોને રહેવા જમવાની વ્યવસ્થા થઇ રહી છે.

(11:43 am IST)