Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ધોરાજીમાં લોકડાઉનમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ.. ડ્રોનનો ઉપયોગ કરાયો

ધોરાજી તા.૪ :  ધોરાજી ખાતે લોકડાઉનનો ચુસ્ત પાલન થાય તે ધ્યાને લઈ ધોરાજી એએસપી મહર્ષિ રાવલ પોલીસ ઇન્સપેકટર વિજય જોશી સહિત ધોરાજીના વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા હુસૈન કુરેશી મુનાફ બકાલી વિગેરે ને સાથે રાખી પોલીસ સ્ટાફે ધોરાજી ના મુખ્ય બજાર, બહારપુરા, કુંભારવાળા,નદી બજાર ભુખી ચોકડી સરદાર ચોક જેતપુર રોડ ત્રણ દરવાજા ગેલેકસી ચોક સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાં ફૂટમાર્ચ યોજી હતી તેમજ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. હાલ ધોરાજી માં લોકડાઉન ની અમલવારી કરાવવામાં આવી રહી છે.

આ સમયે સ્પેશિયલ ગાંધીનગર થી ધોરાજી ખાતે મુકાયેલા ડેપ્યુટી એસપી મહર્ષિ મહર્ષી રાવલ એ જણાવેલ કે લોકડાઉનના સમયમાં શહેરમાં કોઈ નીકળે નહીં અરે અગાસી ઉપર મોટી સંખ્યામાં લોકો બેસે છે તેવા સમાચાર હોય જેથી ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ડોન કેમેરા દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેના કારણે શહેરમાં રખડતા તેમજ અગાસી ઉપર ધોળા સાથે બેસતા લોકો સામે એકશન લેવાશે જેથી કરીને હાલમાં કોરોનાવાયરસ ને કારણે લોકોએ બહાર ભેગું થવું નહીં બહાર નીકળવું નહીં જેની સાવચેતીના પગલારૂપે લોકોએ પણ સહકાર આપવો જોઈએ જે અંગે જાહેરમાં માર્ગ દ્વારા વિનંતી પણ કરવામાં આવી હતી

આ સાથે ધોરાજીના પીઆઇ વિજય જોશી મહિલા પીએસઆઇ કદાવર પીએસઆઇ વસાવા તેમજ ધોરાજી ધોરાજીનો પોલીસ સ્ટાફ જોડાયા હતા.

(11:41 am IST)