Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ધોરાજીમાં જૈન સમાજ ઘેર ઘેર પાંચ-પાંચ દિવા પ્રગટાવી મહાવીર જન્મજયંતી ઉજવશે

ધોરાજી જૈન જાગૃતિ સેન્ટરના અનોખી ઉજવણીને જૈન સમાજે હર્ષભેર વધાવ્યો

ધોરાજી તા.૪ : ધોરાજી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મહાવીર જયંતી દરેક જૈન પરિવાર પોતાના દ્યરે પાંચ પાંચ દેવા કરીશ અને મુંગા પશુ પક્ષીઓની સેવા કરી અનોખી રીતે ઉજવવાનું નિર્ણય કર્યો છે.

ધોરાજી જૈન જાગૃતિ સેન્ટર ના પ્રમુખ લલીતભાઈ વોરાએ જણાવેલ કે હાલમાં સમગ્ર વિશ્વની અંદર કોરોના મહામારી ની ભયંકરતા ના કારણે સમગ્ર વિશ્વ પરેશાન થઈ રહ્યું છે ત્યારે ધોરાજી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આ વર્ષે મહાવીર જયંતી દરેક જૈન પરિવાર પોતાના ઘરમાં જઙ્ગ ઉજવશે.

કોરોના મહામારી ની ભયંકરતા ને અનુસંધાને આગામી તારીખ ૦૬-૦૪-૨૦૨૦ ના ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાક ( મહાવીર જયંતિ) છે,ઙ્ગ આ સંજોગોમાં મહાવીર જયંતિ ઉજવવા અંગે મેં દેશ અને વિદેશમાં વસતા જૈનો ને જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી તરફ થી એક અપિલ કરી છે, કે પ્રવર્તમાન સંજોગોમાં આપણે મહાવીર જયંતિ પરંપરાગત રીતે ન ઉજવતા તે દિવસે સવાર થી સાંજ આખો દિવસઙ્ગ ઙ્ગ જીવદયા ના કાર્યો , અબોલ પશુઓ માટે દ્યાસચારો , તેમજ ગરીબો અને નિરાધાર ને ભોજન વિગેરે માટે અનુદાન કરીએ અને રાત્રે દેશ અને વિદેશમાં એક જ સમયે ૭-૩૦ કલાકે પોત પોતાના દ્યરોમાં અને ગેલેરી માં પાંચ પાંચ દિપક પ્રગટાવીએ, આ દિપ પ્રાગટય દ્વારા ભગવાન મહાવીર સ્વામી એ સમગ્ર વિશ્વ નેઙ્ગ જીવો અને જીવવા દો નો જે સંદેશ આપેલો તેને વિશ્વમાં ફેલાવવા નો પ્રયાસ છે, તેમ જ પ્રવર્તમાન કોરોના મહામારી માં લોક ડાઉન નો ચુસ્ત પણે અમલ કરી ઘરમાં જ રહી ને ભગવા મહાવીરના સંદેશ જીવો અને જીવવા દો ને સાર્થક કરવા નો પ્રયાસ કરીએ, અમારી આ અપિલ ના સમર્થન માં, અમેરિકા, લંડન, આફ્રિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, જયાં, જયાં જૈનો વસે છે તેમાંથી મોટાભાગના લોકોએ અમારી અપિલ ને સ્વીકારી છે, અને અપિલ ને આચરણમાં મુકશે તેવા ફોન ઉપર સંદેશ આપ્યા છે, સાથે સાથે દેશવાસીઓ એ પણ સમર્થન આપ્યું છે, આમ ૦૬-૦૪-૨૦૨૦ ના મહાવીર જયંતી ઉજવવા ની અપિલ ને દેશ વિદેશ થી , સમર્થન મલી રહ્યું છે.

(11:40 am IST)