Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ખેત મજુરોના વતનમાં જવાના પ્રકરણમાં ખેડુતો સામેના પોલીસ કેસ પાછા ખેંચોઃ બાવકુભાઇ ઉંઘાડ

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને પૂર્વ ઘારાસભ્યની રજુઆત

વડીયા તા. ૪ : રાજયના પૂર્વ મંત્રી અને વડિયા, બાબરા, કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને ''લોકડાઉન'' સમયે પોતાના વતન જતા મજુરો દ્વારા ખેડુતોના નામ આપીને પોલીસ દ્વારા આ ખેડુતો સામે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે તે ફરીયાદો પાછી ખેંચવા માંગણી કરી છ.ે

બાવકુભાઇ ઉંધાડે વધુમાં જણાવ્યું છે કે કોરોના વાયરસના લીધે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ કોરોનાની મહામારીથી બચવા માટે દેશના લોકોને પોતાના ઘરમાંજ સલામત રહેવાનું આહવાન કરેલ છે. ઘરમાં રહી ભારત અને ભારતની જનતાને બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધેલ છે વિશ્વની મોટી લોકશાહીનો આ નિર્ણય સમગ્ર વિશ્વ માટે પણ પ્રેરણાદાયી છે. કેન્દ્ર અને રાજય સરકારની કામગીરી મેડીકલ, પોલીસ, સફાઇ કામદાર સહિતના અન્ય કર્મચારીઓ ખુબ સારી રીતે સેવા બજાવી રહ્યા છ.ે સરકાર અને તંત્ર પણ ખુબ સારી સેવા કરી રહ્યા છ.ે દાતાઓ અને સેવાભાવી લોકો પણ સારો સહયોગ આપી રહ્યા છે. પરંતુ મારી સમક્ષ સૌરાષ્ટ્રમાંથી અનેક ખેડુતોની રજુઆત આવેલ છે કે પોતાને પોતાના ખેતરમાં ખેતી કામ કરતા ખેત મજુરો અને ખેતીકામમાં ભાગીદારીથી કામ કરતા મજુરોને ખેડુતની સમજાવટ છતા પણ ખેડુત પોતાના ઘરે હોય અને આ ખેતીકામના મજુરો ખેતરેથી રાતે કે દિવસે પોતાની રીતે પોતાના વતનમાં જવા નિકળી જાય છે. ત્યારે રસ્તામાં આ ખેત મજુરોને પોલીસ રોકી અને જેના ખેતરમાં આ ખેત મજુરો કામ કરતા હોય તેની ઉપર પોલીસ કેસ (એફઆઇઆર) કરવામાં આવે છે. આમા ખેડુતોનો કોઇ પણ ગુન્હો હોતો નથી. અને મજુરો નિકળી ગયા હોય તેની પણ તેને ખબર હોતી નથી તો ખેડુતો ઉપર આવા કેસ ન થાય તેની સુચના તાત્કાલીક આપવામાં આવે અને જે ખેડુતો ઉપર આવી એફઆઇઆર થયેલ છેતે પરત ખેચવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા પત્રમાં પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે કરી છ.ે

(11:39 am IST)