Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભાવનગરમાં થેલેસેમિયા મેજર બાળકો માટે રકતદાન કરવા દર્દભરી અપીલ

 ભાવનગર તા.૪ : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા હાલ માં કોરોના ની અસર ના કારણે લોકડાઉન હોય તે સમય માં જે બાળકો થેલેસીમિયા મેજર રોગ થી પીડાય છે અને તેને નિયમિત રીતે દર મહિને અને કેટલાક કિસ્સા માં મહિના પહેલા પણ રકત ચડાવવું પડે છે. આવા બાળકો ને દવાઓ અને રકત માલી રહે તે માટે રેડક્રોસ સમગ્ર ગુજરાત માં રાજય સરકાર ના આદેશ મુજબ દવા પહોંચાડવા અને રકત ની વ્યવસ્થા કરવા માટે ની કામગીરી મોટા પાયા પર શરૂ કરવા માં આવી છે જેમાં જિલ્લા, તાલુકા સ્થળ સુધી બાળકો માટે દવા પહોંચાડવા માં આવે છે જેમાં બાળકોના વિભાગ સર.ટી.હોસ્પિટલ નો સહકાર છે.

આ સમય માં રકત ની અછત ઉભી થાય તેને પહોંચી વળવા અને આવા થેલેસીમિયા ના રોગ થી પીડિત બાળકો ને રકત મળી રહે તે માટે રેડક્રોસ દ્વારા સર.ટી.હોસ્પિટલ બ્લડબેંક સાથે રહી ને આયોજન કરેલ છે. જે નીચે મુજબ છે.

રકતદાતાઓ ને અપીલ કરવા ની કે આપ રકતદાન કરવા માંગતા હો તો રેડક્રોસ ના હેલ્પલાઇન ન. ૯૪૨૯૪ ૦૬૨૦૨ , ૮૩૪૭૬ ૫૩૯૮૧, ૯૮૨૫૫ ૬૬૬૪૨ ઉપર સંપર્ક કરવા થી રેડક્રોસ ની મેડિકલ ટિમ આપને રકતદાન માટે બ્લડબેન્ક ખાતે રકતદાન માટે તેડી જશે અને રકતદાન બાદ પરત ઉતારી જશે.

આપ એક કરતાં વધુ વ્યકિત રકતદાન કરવા માંગતા હો તો રેડક્રોસ નો સંપર્ક કરી શકો છો રેડક્રોસ અને બ્લડબેન્ક ની મેડિકલ ટિમ આપના દ્યરે , સોસાયટી ઉપર રૂબરૂ આવી રકતદાન સ્વીકાર કરશે.

(11:37 am IST)